ઝી મીડિયા/બ્યૂરો :તાજેતરમા જ એક મહિલાએ પોતાની સાડી લેવા માટે હાઈરાઈઝ બિલ્ડિંગ પર પોતાના બાળકને નીચે ઉતાર્યો હતો. આ ઘટના ચર્ચાના ચગડોળે ચઢી હતી. ત્યારે વધુ એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે. ફરીદાબાદની હાઈરાઈઝ બિલ્ડીંગમા ચોંકાવી દેતુ કારનામુ દેખાયુ છે. ઘટના ગ્રાંડેઉરા સોસાયટીના ઈ-બ્લોક સેક્ટર-82 મા બની હતી.
કહેવાય છે કે, આ વીડિયો ગ્રેટર ફરીદાબાદના સેક્ટર 8 ના ગ્રાંડેડરા સોસાયટીના ઈ-બ્લોકનો છે. વીડિયોમા દેખાઈ રહ્યુ છે કે, એક શખ્સ 12 મા માળની બાલ્કનીથી લટકીને એક્સરસાઈઝ કરી રહ્યો છે.
વીડિયોમાં એક શખ્સ બિલ્ડીંગના 12 મા માળની બાલ્કનીની રેલિંગને પકડીને બેસ્યો છે. અને તે કસરત કરી રહ્યો છે. એવુ લાગે છે કે, તેની ઓપોઝિટ સાઈડની બિલ્ડીંગમા રહેનારા એક વ્યક્તિએ ખતરનાક સ્ટંટ કરનારા આ વ્યક્તિનો વીડિયો બનાવ્યો છે. કહેવાય છે કે, આ ઘટના ગત સપ્તાહમા ફરીદાબાદના સેક્ટર 82 મા થઈ હતી.
ઉલ્લેખનીય છે, થોડા દિવસ પહેલા એક માતાએ પોતાના દીકરાને 10 મા માળથી સાડી બાંધીને 9 મા માળ પર કપડા લેવા નીચે લટકાવ્યો હતો. આ ઘટના બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વધુ એક શોકિંગ ઘટના બની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે