Home> India
Advertisement
Prev
Next

UP: રાકેશ ટિકૈતે ઓવૈસીને ગણાવ્યા ભાજપના 'Chacha Jaan', ભડકેલી AIMIM એ કર્યો પલટવાર 

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી  (UP Assembly Election 2022) જીતવા માટે દરેક પાર્ટી જોર લગાવી રહી છે. આ માટે રાજકીય પાર્ટીઓના એકબીજા સાથે શાબ્દિક યુદ્ધ પણ ચાલુ છે. યુપીમાં પહેલા અબ્બાજાનને લઈને રાજકીય ગરમાવો હતો અને હવે ચાચાજાનની એન્ટ્રીએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. 

UP: રાકેશ ટિકૈતે ઓવૈસીને ગણાવ્યા ભાજપના 'Chacha Jaan', ભડકેલી AIMIM એ કર્યો પલટવાર 

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી  (UP Assembly Election 2022) જીતવા માટે દરેક પાર્ટી જોર લગાવી રહી છે. આ માટે રાજકીય પાર્ટીઓના એકબીજા સાથે શાબ્દિક યુદ્ધ પણ ચાલુ છે. યુપીમાં પહેલા અબ્બાજાનને લઈને રાજકીય ગરમાવો હતો અને હવે ચાચાજાનની એન્ટ્રીએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. 

fallbacks

રાકેશ ટિકૈતએ ઓવૈસીને કહ્યું ચચાજાન
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે હાપુડની એક રેલી દરમિયાન AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) ને ભાજપનો ચાચાજાન ગણાવીને ઉત્તર પ્રદેશના રાજકારણમાં વધુ ગરમાવો લાવી દીધો છે. એક સભાને સંબોધિત કરવા દરમિયાન રાકેશ ટિકૈતે ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું કે ભાજપના ચાચાજાન ઓવૈસી હવે ઉત્તર પ્રદેશમાં આવી ગયા છે. 

ભાજપ-ઓવૈસી એક જ ટીમના સભ્ય-ટિકૈત
રાકેશ ટિકૈતે આરોપ લગાવ્યો કે જો અસદુદ્દીન ઓવૈસી ભાજપને ગાળ આપે તો તેમના વિરુદ્ધ કેસ દાખલ થતો નથી કારણ કે આ બંને એક જ ટીમના સભ્ય છે. રાકેશ ટિકૈત આજકાલ ખેડૂત આંદોલનને લઈને યુપીના અલગ અલગ વિસ્તારોમાં જઈને ખેડૂતોને સંબોધિત કરી રહ્યા છે. આ માટે તેઓ હાપુડ પણ પહોંચ્યા હતા. 

AIMIM એ રાકેશ ટિકૈત પર કર્યો પલટવાર
રાકેશ ટિકૈતના નિવેદન પર AIMIM નારાજ થઈ છે અને આરોપ લગાવ્યો છે કે ટિકૈતે ભાજપને જીતાડવાનું કામ કર્યું છે. AIMIM પ્રવક્તા આસિમ વકારે કહ્યું કે તમે કેટલા મોટા સેક્યુલર છો તે મારા અને મારા લોકોથી વધુ સારું કોઈ નહીં જાણે. 2017 અને 2019ની ચૂંટણીમાં તમે ભાજપને જીતાડી રહ્યા હતા અને તેમના માટે કામ કરી રહ્યા હતા. આસિમ વકારે કહ્યું કે મુસલમાનોના ખભે બેસીને તમે રાજનીતિક અંતર કાપી રહ્યા છો. જ્યારે મુઝફ્ફરનગરમાં રમખાણો થયા તો તમે ક્યાં છૂપાયેલા હતા. હું વિશ્વાસ સાથે કહું છું કે 2022માં નક્કી થઈ જશે કે રાકેશ ટિકૈત  ભાજપના બેટથી રમી રહ્યા છે. 

યોગી આદિત્યનાથે આપ્યું હતું અબ્બાજાનવાળું નિવેદન
આ અગાઉ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે કુશીનગરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા અબ્બાજાન વાળી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે અબ્બાજાન કહેનારા ગરીબોની નોકરી પર હાથ નાખતા હતા. સમગ્ર પરિવાર ઝોળી લઈને વસૂલી માટે નીકળી પડતો હતો. અબ્બાજાન કહેનારા રાશન હજમ કરી જતા હતા. રાશન નેપાળ અને બાંગ્લાદેશ પહોંચી જતું હતું. આજે ગરીબોનું રાશન પચાવી પાડનારા જેલમાં જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More