નવી દિલ્હી: કૃષિ કાયદા વિરુદ્ધ દેશમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર થઈ રહ્યું છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના દિગ્ગજ નેતા પ્રકાશસિંહ બાદલે (Prakash Singh Badal) કૃષિ કાયદાના વિરોધમાં પોતાનો પદ્મવિભૂષણ (padma vibhushan) સન્માન પરત કર્યું છે. પ્રકાશસિંહ બાદલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લગભગ ત્રણ પાના જેટલો પત્ર લખીને કૃષિ કાયદાનો વિરોધ વ્યક્ત કર્યો. ખેડૂતો પર કાર્યવાહીની ટીકા કરી અને આ સાથે જ પોતાનું સન્માન પરત કર્યું.
ગૃહમંત્રી અમિત શાહને મળ્યા પંજાબના CM, કહ્યું- 'ખેડૂત આંદોલનથી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ'
પોતાનો પદ્મવિભૂષણ પરત કરતા પંજાબના પૂર્વ સીએમ પ્રકાશસિંહ બાદલે લખ્યું કે હું એટલો ગરીબ છું કે ખેડૂતો માટે બલિદાન આપવા માટે મારી પાસે બીજું કશું નથી. હું જે પણ કઈ છું તે ખેડૂતોના કારણે છું. આવામાં જો ખેડૂતોનું અપમાન થઈ રહ્યું હોય તો કોઈ પણ પ્રકારનું સન્માન રાખવાનો કોઈ ફાયદો નથી.
મહારાષ્ટ્ર: મહાવિકાસ આઘાડીને મોટો ઝટકો, ધુલે-નંદુરબાર local body by-election માં ભગવો લહેરાયો
Former Punjab CM Parkash Singh Badal returns Padma Vibhushan to protest "the betrayal of the farmers by govt of India" pic.twitter.com/mzdsoAZSlC
— ANI (@ANI) December 3, 2020
પ્રકાશસિંહ બાદલે લખ્યું કે ખેડૂતો સાથે જે પ્રકારે દગો થઈ રહ્યો છે, તેનાથી મને ખુબ દુખ પહોંચ્યું છે. ખેડૂતોના આંદોલનને જે પ્રકારે ખોટી રીતે રજુ કરાઈ રહ્યું છે તે દર્દનાક છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ બાદલ પરિવાર તરફથી કૃષિ કાયદાનો પૂરજોશમાં વિરોધ કરાયો હતો. હરસિમરત કૌર બાદલે કેન્દ્રીય મંત્રીપદથી રાજીનામું આપી દીધુ હતું અને કેન્દ્રના નવા કાયદાને ખેડૂતો સાથે મોટો દગો ગણાવ્યો હતો. એટલું જ નહીં સુખબીર બાદલે અકાલી દળના NDAથી અલગ થવાની જાહેરાત કરતા પંજાબમાં ચૂંટણી એકલા હાથે લડવાની વાત કરી હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે