Home> India
Advertisement
Prev
Next

Farmers Protest: યુપી ગેટ પાસે ફરી એકઠી થઇ ખેડૂતોની ભીડ, મોટી સંખ્યામાં સુરક્ષાબળ તૈનાત

ભારતીય કિસાન યૂનિયન (BKU) ના સમર્થક દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર શુક્રવારે ફરી એકવાર એકઠા થવા લાગ્યા છે. તેના લીધે ભારે સંખ્યામાં ભીડ જમા થઇ ગઇ છે. જોકે ગાજિયાબાદના વહિવટીતંત્રએ યૂપી ગેટ પાસેથી પ્રદર્શનકારીઓને હટવા માટે અલ્ટીમેટમ આપી દીધું છે. અહીં સુરક્ષાબળ મોટી સંખ્યામાં  તૈનાત કરવામાં આવ્યા છે. 

Farmers Protest: યુપી ગેટ પાસે ફરી એકઠી થઇ ખેડૂતોની ભીડ, મોટી સંખ્યામાં સુરક્ષાબળ તૈનાત

ગાજિયાબાદ: ભારતીય કિસાન યૂનિયન (BKU) ના સમર્થક દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર શુક્રવારે ફરી એકવાર એકઠા થવા લાગ્યા છે. તેના લીધે ભારે સંખ્યામાં ભીડ જમા થઇ ગઇ છે. જોકે ગાજિયાબાદના વહિવટીતંત્રએ યૂપી ગેટ પાસેથી પ્રદર્શનકારીઓને હટવા માટે અલ્ટીમેટમ આપી દીધું છે. અહીં સુરક્ષાબળ મોટી સંખ્યામાં  તૈનાત કરવામાં આવ્યા છે. 

fallbacks

હવે દિલ્હી બોર્ડર પર પહોંચી રહ્યા છે વધુ ખેડૂતો
તમને જણાવી દઇએ કે ભારતીય કિસાન યૂનિયન (BKU) ના આહવાન પર પશ્વિમી ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના જિલ્લા બાગપત, બિઝનૌર, મેરઠ, મુરાદાબાદ, મુફજ્જરનગર અને બુલંદશહેર થી વધુ ખેડૂત આંદોલન (Farmers Protest) માં સામેલ થવા માટે યૂપી ગેટ પર પહોંચી ગયા છે. 

યૂપી ગેટ પર સર્જાઇ હતી તણાવની સ્થિતિ 
અત્રે ઉલ્લેખનીય છે કે યૂપી ગેટ પર ગાજીપુરમાં(Gazipur Border એક સમયે ટકરાવની સ્થિતિ સર્જાઇ હતી, જ્યારે ગુરૂવારે સાંજે પ્રદર્શન સ્થળ પર વિજળીનો કાપ સતત કરવામાં આવ્યો. ગાજીપુરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait)  ના નેતૃત્વમાં ભારતીય કિસાન યૂનિયન (BKU) ના સભ્ય ગત 28 નવેમ્બર 2020થી ધરણા આપી રહ્યા છે.  

ગાજિયાબાદના ડીએમ અજય શંકર પાંડેય અને એસએસપી કલાનિધિ નૈથાની અડધી રાત બાદ પ્રદર્શન સ્થળની મુલાકાત લેવા પહોંચ્યા અને સ્થિતિની સમીક્ષા કરી હતી. હજુ ઘટનાસ્થળે સુરક્ષાબળ તૈનાત છે. 

વિપક્ષી નેતાઓએ ખેડૂત આંદોલનને આપ્યું સમર્થન
આ દરમિયાન ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂ, આરએલડી નેતા જયંત ચૌધરી અને ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદે રાકેશ ટિકૈત સાથે મુલાકાત કરી. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બીએસપી સુપ્રીમો માયાવતીએ પણ કિસાન આંદોલન (Farmers Protest) ને પોતાની પાર્ટીનું સમર્થન આપ્યું છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More