Home> India
Advertisement
Prev
Next

Farmers Protest: કેન્દ્રએ એફિડેવિટ ફાઇલ કરી, આજે આદેશ આપી શકે છે સુપ્રીમ કોર્ટ

કૃષિ મંત્રાલયને સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે, પ્રદર્શનકારીઓમાં તે ખોટી ધારણા છે કે કેન્દ્ર સરકાર અને સંસદે ક્યારેય કોઈપણ સમિતિ દ્વારા પરામર્શ પ્રક્રિયાનું પાલન કરતા મુદ્દાની તપાસ કરી નથી.

Farmers Protest: કેન્દ્રએ એફિડેવિટ ફાઇલ કરી, આજે આદેશ આપી શકે છે સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ કિસાન આંદોલનના મામલામાં સુપ્રીમ કોર્ટના આક્રમલ વલણ બાદ કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં પ્રારંભિક એફિડેવિડ દાખલ કરી છે. કેન્દ્રએ કોર્ટને કહ્યું કે, પ્રદર્શનકારીઓની ખોટી ધારણાને દૂર કરવાની જરૂર છે. કૃષિ મંત્રાલયને સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે, પ્રદર્શનકારીઓમાં તે ખોટી ધારણા છે કે કેન્દ્ર સરકાર અને સંસદે ક્યારેય કોઈપણ સમિતિ દ્વારા પરામર્શ પ્રક્રિયાનું પાલન કરતા મુદ્દાની તપાસ કરી નથી.

fallbacks

એફિડેવિડમાં તે પણ કહેવામાં આવ્યું છે કે કાયદા ઉતાવળમાં બન્યા નથી. પરંતુ આ બે દાયકાના વિચાર-વિમર્શનું પરિણામ છે. દેશના કિસાન ખુશ છે કારણ કે તેને પોતાના પાક વેચવા માટે હાલના વિકલ્પની સાથે વધારાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તેનાથી સ્પષ્ટ છે કે કિસાનોને આપેલા કોઈ અધિકાર આ કાયદા દ્વારા છીનવી લેવામાં આવ્યા નથી. એફિડેવિડમાં આગળ કહેવામાં આવ્યું છે કે 'કેન્દ્ર સરકારે કિસાનોની સાથે કોઈપણ પ્રકારની ગેરસમજણને દૂર કરવા માટે કિસાનો સાથે જોડાવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે અને કોઈપણ પ્રયાસમાં કમી રાખી નથી.'

કેન્દ્રએ દાખલ કરી અરજી
દિલ્હીની સરહદ પર છેલ્લા 47 દિવસથી પ્રદર્શનકારીઓ કિસાનો દ્વારા 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કાઢવાને ઈરાદાને લઈને સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં કેન્દ્રએ કહ્યું કે, 26 જાન્યુઆરીએ કિસાનો દ્વારા ટ્રેક્ટર રેલી ન કાઢવાના આદેશ સુપ્રીમ કોર્ટ જારી કરે. સુપ્રીમ કોર્ટ આજે કેન્દ્રની આ અરજી પર સુનાવણી કરી શકે છે. 

આ પણ વાંચોઃ ખુશખબર! કોવિશીલ્ડ વેક્સિનનો પ્રથમ જથ્થો પુણે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાથી થયો રવાના  

સમિતિ સમક્ષ હાજર નહીં થાય કિસાન
આ પહેલા સુપ્રીમ કોર્ટ તરફથી સમિતિની રચના કરવાના સૂચનને કિસાન સંગઠનોએ નકારી દીધો છે. કિસાન સંગઠનોનું કહેવું છે કે તે સુપ્રીમ કોર્ટ તરફથી રચિત કોઈપણ સમિતિની સામે રજૂ થશે નહીં. કિસાનોએ તેની પાછળ કેન્દ્ર સરકારની જીદ અને કિસાનો પ્રત્યે બેદરકાર વલણને જવાબદાર ઠેરવ્યું છે. સંગઠનોનું કહેવું છે કે કેન્દ્ર સરકારનું વલણને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

મંગળવારે ચુકાદો આપી શકે છે સુપ્રીમ કોર્ટ
આ પહેલા મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડે, ન્યાયમૂર્તિ એ એપ બોપન્ના અને ન્યાયમૂર્તિ વી રામાસુબ્રમણિયને સોમવારે સુનાવણી દરમિયાન તે વાત તરફ ઇશારો કર્યો કે, આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટ મંગળવારે પોતાનો ચુકાદો આપી શકે છે. ન્યાયાલયની વેબસાઇટ પર આ સંબંધમાં સૂચના આપવામાં આપવામાં આવી છે. તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કિસાનોના મુદ્દા પર કોર્ટ અલગ અલગ ભાગમાં આદેશ પારિત કરી શકે છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More