Home> India
Advertisement
Prev
Next

Farmers Protest: કૃષિ કાયદા મુદ્દે BJP ના કદાવર નેતાએ મોદી સરકારની ઝાટકણી કાઢી

ત્રણ નવા કૃષિ કાયદા (Farm Laws) મુદ્દે ખેડૂતો, વિપક્ષી દળો અને વિરોધીઓ તો કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી રહ્યા છે પરંતુ હવે ભાજપના જ એક વરિષ્ઠ નેતાએ પણ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે. 

Farmers Protest: કૃષિ કાયદા મુદ્દે BJP ના કદાવર નેતાએ મોદી સરકારની ઝાટકણી કાઢી

ભોપાલ: ત્રણ નવા કૃષિ કાયદા (Farm Laws) મુદ્દે ખેડૂતો, વિપક્ષી દળો અને વિરોધીઓ તો કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી રહ્યા છે પરંતુ હવે ભાજપના જ એક વરિષ્ઠ નેતાએ પણ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે. રાજ્યસભાના પૂર્વ સાંસદ અને દિગ્ગજ નેતા રઘુનંદન શર્મા (Raghunandan Sharma) એ કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar) પર આકરા પ્રહાર કરતા કહ્યું કે તેમના માથે સત્તાનો નશો ચડી ગયો છે. શર્માએ તોમર સામે એ વાત પર નારાજગી વ્યક્ત કરી કે જ્યારે ખેડૂતો (Farmers) જ પોતાનું ભલું ઈચ્છતા નથી તો તેઓ પોતાના પગલાં પાછા ખેંચીને ભાજપને થઈ રહેલા નુકસાનથી કેમ બચાવતા નથી. 

fallbacks

કૃષિમંત્રીને ખુબ ખરું ખોટું સંભળાવ્યું
પૂર્વ સાંસદ શર્માએ પોતાની ફેસબુક વોલ પર બે દિવસ પહેલા કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar) ના નામે એક પત્ર લખ્યો જેમાં તેમણે કહ્યું કે, "પ્રિય નરેન્દ્રજી, તમે ભારત શાસનમાં સહયોગી અને સહભાગી છો. આજની રાષ્ટ્રવાદી સરકાર બનતા સુધીમાં હજારો રાષ્ટ્રવાદીઓએ પોતાના જીવન અને યૌવનને ખપાવ્યું છે. ગત 100 વર્ષથી જવાનીઓ પોતાના ત્યાગ, સમર્પણ, અને પરિશ્રમથી માતૃભૂમિની સેવા તથા રાષ્ટ્રહિત સર્વોપરીની વિચારધારાના વિસ્તારમાં લાગી છે. આજે તમને જે સત્તાના અધિકાર પ્રાપ્ત છે તે તમારા પરિશ્રમનું ફળ છે, તે ભ્રમ થઈ ગયો છે."

નેવી ઓફિસરનું બંદૂકની અણીએ ચેન્નાઈથી અપહરણ કર્યું, પાલઘરમાં પેટ્રોલ છાંટી જીવતા બાળી મૂક્યા

ખેડૂતો જ પોતાનુ ભલું નથી ઈચ્છતા તો...
પૂર્વ સાંસદ શર્માએ કૃષિમંત્રી (Narendra Singh Tomar) ને આકરા શબ્દોમાં કહ્યું કે, "સત્તાનો મદ જ્યારે ચડે છે તો નદી, પહાડ કે વૃક્ષની જેમ દેખાતો નથી, તે અદ્રશ્ય હોય છે, જેવો હાલ તમારા માથે ચડી ગયો છે. પ્રાપ્ત દુર્લભ જનમતને કેમ ગુમાવી રહ્યા છો? કોંગ્રેસ (Congress) ની તમામ સડેલી-ગળેલી નીતિઓ આપણે જ લાગૂ કરીએ, તે વિચારધારાના હિતમાં નથી. ટીપે ટીપે ઘડો ખાલી થાય છે, જનમત સાથે પણ આમ છે." શર્માએ વધુમાં લખ્યું કે, "તમારો વિચાર ખેડૂતોના હિતમાં હોઈ શકે છે, પરંતુ કોઈ જો સ્વયં પોતાનું જ ભલું ન થવા દેવા માંગતા હોય તો ભલાઈનો શું અર્થ. કોઈ નગ્ન, નગ્ન જ રહેવા માંગે તો જબરદસ્તીથી તેમને કપડાં શું કામ પહેરાવવાના? તમે રાષ્ટ્રવાદને બળશાળી બનાવવામાં બંધારણીય તાકાત લગાવો, ક્યાંક પાછળથી પસ્તાવવું ન પડે. હું વિચારું છું કે વિચારધારાના ભવિષ્યને સુરક્ષિત રાખવાનો સંકેત સમજી ગયા હશો."

Farmers Protest: કોંગ્રેસના આ સાંસદ પર ભડકી ગયા Narendra Singh Tomar, કહ્યું-'કાન ખોલીને સાંભળો અને કાયદો વાંચો'

fallbacks

સરકાર રાષ્ટ્રવાદને કરે મજબૂત
તેમણે પોતાની ફેસબુક પોસ્ટ પર કૃષિમંત્રીને એવું સૂચન પણ આપ્યું કે તેમણે રાષ્ટ્રવાદને મજબૂત કરવાની દિશામાં કામ કરવું જોઈએ. હાલ તો જો કે શર્માની આ ફેસબૂક પોસ્ટ આગની જેમ વાયરલ થઈ રહી છે. નોંધનીય છે કે રઘુનંદન શર્મા ભાજપના એવા નેતાઓમાં સામેલ છે જેઓ પોતાની જ પાર્ટીને નિશાન પર લેતા પણ ખચકાતા નથી. 

fallbacks

Farmers Protest: ગ્રેટાએ શેર કરેલી 'Tool-Kit' પર થયો ચોંકાવનારો ખુલાસો, ષડયંત્ર પાછળ આ વ્યક્તિનું ભેજું

વીડી શર્મા બોલ્યા-આવું કેમ કહ્યું તે તપાસ કરીશું
ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માને જ્યારે રઘુનંદન શર્મા (Raghunandan Sharma) ની સોશિયલ મીડિયા પોસ્ટ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ અમારા વરિષ્ઠ નેતા છે અને તેમણે શું લખ્યું છે તે અંગે જાણકારી મેળવીશ. તેમના મનમાં શું આવ્યું છે, કેમ આવ્યું. એકવાર વાત કરીને અમે નક્કી કરીશું કે તેમણે શું કહ્યું છે અને તેમણે આમ કેમ કહ્યું.

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More