Home> India
Advertisement
Prev
Next

દિલ્હીમાં થયેલી હિંસા પર બોલ્યા Sambit Patra- જેને અન્નદાતા કહેતા હતા તે ઉગ્રવાદી સાબિત થયા

ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર દિલ્હીમાં કિસાનોની ટ્રેક્ટર રેલી  (Tractor Parade) દરમિયાન થયેલી હિંસાને લઈને રાજકીય પક્ષો તરફથી સતત નિંદા કરવામાં આવી રહી છે.

દિલ્હીમાં થયેલી હિંસા પર બોલ્યા Sambit Patra- જેને અન્નદાતા કહેતા હતા તે ઉગ્રવાદી સાબિત થયા

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર દિલ્હીમાં કિસાનોની ટ્રેક્ટર રેલી  (Tractor Parade) દરમિયાન થયેલી હિંસાને લઈને રાજકીય પક્ષો તરફથી સતત નિંદા કરવામાં આવી રહી છે. કેન્દ્રની સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા સંબિત પાત્રાએ ટ્વીટ કરી કહ્યુ કે, જેને આપણે અન્નદાતા કહી રહ્યા હતા તે આજે ઉગ્રવાદી સાબિત થયા.

fallbacks

દિલ્હીમાં થયેલી હિંસાને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ બન્ને તરફથી નિંદા કરવામાં આવી રહી છે. પરંતુ ભાજપ નેતા સંબિત પાત્રા (Sambit patra) એ હિંસા પર તીખી પ્રતિક્રિયા આપતા કહ્યુ, 'જેને આપણે આટલા દિવસથી અન્નદાતા કહી રહ્યા હતા તે આજે ઉગ્રવાદી સાબિત થયા. અન્નદાતાઓને બદનામ ન કરો, ઉગ્રવાદીઓને ઉગ્રવાદી જ બોલાવો.'

 

આ વચ્ચે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય (Keshav Prasad Maurya) એ હિંસાને લઈને કહ્યુ કે, હિંસા કરનાર અન્નદાતા ન હોઈ શકે. દેશ વિરોધીઓનું ષડયંત્ર છે. 72મા ગણતંત્ર દિવસને બદનાર કરનારની નિંદા કરુ છું.

ભાજપ નેતા રાજ્યવર્ધન રાઠોરે કહ્યુ કે, કથિત કિસાનોના મૌલિક અધિકારો આજે સમાપ્ત થઈ ગયા. 

તો ભાજપને નેતા રામ કદમે કહ્યુ કે, આજે સમય આરોપ પ્રત્યારોપ કરવાનો નથી પણ દુર્ભાગ્યથી સંજય રાઉત જેવા શિવસેના નેતાઓને આવા સમયે પણ રાજનીતિ દેખાઈ છે, હંમેસા કન્ફ્યૂઝ્ડ રહેનારી શિવસેના બન્ને તરફ ઢોલ વગાડે છે. લોકોને અહંકારની ચેતવણી આપતા પહેલા પોતાની અંદર જુઓ. 

ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયે કહ્યુ કે, દિલ્હીમાં આંદોલનના નામ પર જે થયું શું દેશનો કિસાન આમ કરી શકે છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More