Home> India
Advertisement
Prev
Next

કલમ 370 હટાવવાનો વિરોધ કરી રહેલા ફારૂક અબ્દુલ્લાના બહેન-પુત્રીની અટકાયત 

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાના બહેન સુરૈયા અને પુત્રી સાફિયાને પોલીસે અટકાયતમાં લીધા છે.

કલમ 370 હટાવવાનો વિરોધ કરી રહેલા ફારૂક અબ્દુલ્લાના બહેન-પુત્રીની અટકાયત 

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાના બહેન સુરૈયા અને પુત્રી સાફિયાને પોલીસે અટકાયતમાં લીધા છે. આ બંને કલમ 370 હટાવવા વિરુદ્ધના એક પ્રદર્શનમાં સામેલ થયા હતાં અને આ દરમિયાન તેમને અટકાયતમાં લેવામાં આવ્યાં. અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી પૂર્વ મુખ્યમંત્રી  પિતા-પુત્ર નજરકેદ છે. 81 વર્ષના ફારૂક અબ્દુલ્લા શ્રીનગર સ્થિત પોતાના ઘરમાં નજરકેદ છે. જ્યારે ઉમર અબ્દુલ્લાને સ્ટેટ ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યાં છે. અત્રે જણાવવાનું કે તેઓ શ્રીનગરના લાલ ચોકમાં કેટલીક કાશ્મીરી મહિલાઓ સાથે પ્રદર્શન કરી રહ્યાં હતાં જેમની અટકાયત થઈ. 

fallbacks

J&K: શોપિયામાં સફરજન ભરેલી ટ્રક લઈને જતા ડ્રાઈવરની હત્યાથી તણાવ, 15 લોકોની અટકાયત

થોડા દિવસ પહેલા જ નેશનલ કોન્ફરન્સના કેટલાક નેતાઓએ પૂર્વ મુખ્યમંત્રી અને એનસી અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાની મુલાકાત કરી હતી. એનસીના નેતાઓના 15 સભ્યોના પ્રતિનિધિમંડળે ફારૂક અબ્દુલ્લા સાથે તેમના શ્રીનગર સ્થિત નિવાસ સ્થાને જઈને મુલાકાત કરી હતી. તેમના પુત્ર ઉમર સાથે પણ મુલાકાત કરી હતી.  

અત્રે જણાવવાનું કે ગઈ કાલે જ J&Kના શોપિયામાં ડ્રાઈવરની હત્યાથી વાતાવરણ તણાવગ્રસ્ત થઈ ગયું. શોપિયામાં સોમવારે સફરજન ભરેલી ટ્રક રાજસ્થાન લઈ જતા એક ટ્રક ડ્રાઈવરની હત્યા કરી નાખવામાં આવતા વિસ્તારમાં તણાવ સર્જાયો. સોમવાર રાતે 8 વાગ્યાની આસપાસ શોપિયા જિલ્લાના શ્રીમલમાં એક ટ્રક ડ્રાઈવર આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી નાખી. મૃતક ટ્રક ડ્રાઈવરનું નામ શરીફ ખાન હતું એમ કહેવાય છે અને તે રાજસ્થાનના ભરતપુરનો રહીશ હતો. કાશ્મીરમાં તે સફરજનને લોડ કરવા માટે આવ્યો હતો. એવું કહેવાય છે કે આ હત્યાને અંજામ આપનારા 2 આતંકીઓમાંથી એક પાકિસ્તાની છે. 

જુઓ LIVE TV

પોલીસના જણાવ્યાં મુજબ કાશ્મીર ખીણમાં ફળોથી ભરેલા ટ્રકોની અવરજવર શરૂ થવાથી હતાશ થયેલા આતંકવાદીઓએ  શ્રીમલ ગામમાં આ હુમલો કર્યો. આતંકી ઘટના બાદ શોપિયાના આ ગામમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અત્રે જણાવવાનું કે ગઈ કાલથી કાશ્મીરમાં 72 દિવસના પ્રતિબંધ બાદ પોસ્ટપેડ મોબાઈલ સેવા શરૂ થઈ છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી સંચાર સેવાઓ બંધ હતી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More