Home> India
Advertisement
Prev
Next

New Toll Policy: હાઈવે પર જેટલી કાર ચાલશે, એટલો જ આપવો પડશે ટોલ ટેક્સ, વાહનચાલકોને મળશે મોટી રાહત

નવી સિસ્ટમમાં, ટોલ બૂથ પર લગાવવામાં આવેલા કેમેરા દરેક વાહનની નંબર પ્લેટ રેકોર્ડ કરશે અને FASTag દ્વારા ટોલ ચાર્જ કાપવામાં આવશે. સૂત્રો કહે છે કે આ નવી ટોલ નીતિ હાલની સિસ્ટમ કરતાં વધુ આર્થિક અને અનુકૂળ હશે.
 

 New Toll Policy: હાઈવે પર જેટલી કાર ચાલશે, એટલો જ આપવો પડશે ટોલ ટેક્સ, વાહનચાલકોને મળશે મોટી રાહત

FASTag Kilometer Based Policy: જો તમે પણ હાઈવે પર તમારી કાર સાથે લાંબા અંતરની મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે છે. લાંબા સમય બાદ સરકાર તરફથી જલ્દી નવી ટોલ પોલિસી (New Toll Policy) લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. સરકારની નવી ટોલ પોલિસી (New Toll Policy) થી દેશભરના એક્સપ્રેસવે અને નેશનલ હાઈવે પર સફર કરનારને મોટી રાહત મળશે. સૂત્રો તરફથી દાવો કરવામાં આવ્યો કે નવી પોલિસી હેઠળ ટોલ પ્લાઝા પર FASTag અને કેમેરા લગાવવામાં આવશે. ટોલ ચાર્જના પૈસા કાર માલિકના સીધા એકાઉન્ટમાંથી કપાઈ જશે.

fallbacks

જેટલો વધુ કિમી મુસાફરી થશે, તેટલો વધુ ટોલ ટેક્સ
સૂત્રોએ દાવો કર્યો હતો કે નવી નીતિ લાગુ થયા પછી, જેટલા વધુ કિલોમીટર મુસાફરી થશે, તેટલો વધુ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. નવી સિસ્ટમમાં, ટોલ બૂથ પર લગાવવામાં આવેલા કેમેરા દરેક વાહનની નંબર પ્લેટ રેકોર્ડ કરશે અને ટોલ ચાર્જ FASTag દ્વારા કાપવામાં આવશે. સૂત્રો કહે છે કે આ નવી ટોલ પોલિસી હાલની સિસ્ટમ કરતાં આર્થિક અને અનુકૂળ રહેશે. આનાથી લોકોને ટોલ પ્લાઝા પર રોજિંદા ઝંઝટ અને લાંબી કતારોથી રાહત મળશે.

આ પણ વાંચોઃ સંકટમાં ભારતનો આ કારોબાર! 577000 નોકરીઓ ખતમ થવાનું અનુમાન, ચોંકાવનારા ખુલાસા

તમે હાઇવે પર કેટલા કિમી મુસાફરી કરી?
FASTag આધારિત કિમી ટોલ પોલિસી એક નવી સિસ્ટમ છે, જેમાં હાઇવે પર તમે કેટલા કિમી મુસાફરી કરી તેના આધારે ટોલ ચાર્જ લેવામાં આવશે. હાલમાં, તમે આખા રૂટનો ઉપયોગ કરો છો કે નહીં, ટોલ પ્લાઝા પર એક નિશ્ચિત ફી ચૂકવવાની રહેશે. પરંતુ નવી પોલિસીમાં, તમે હાઇવે પર મુસાફરી કરેલા કિમી માટે જ ચૂકવણી કરશો. આ ચાર્જ તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાંથી આપમેળે કાપવામાં આવશે.

કઈ રીતે કામ કરશે આ પોલિસી?
આ સિસ્ટમમાં જીપીએસ (સેટેલાઇટ નેવિગેશન) ટેક્નિકનો પ્રયોગ થશે. આ તમારા કારના રસ્તાને ટ્રેક કરશે અને તે પ્રમાણે ટોલ ચાર્જની ગણતરી કરવામાં આવશે. પોલિસી હેઠળ ટોલ પ્લાઝાને હટાવવાનું લક્ષ્ય છે, જેથી તમારે વધુ સમય રોકાવું ન પડે અને યાત્રા ઝડપી તથા સરળ બને. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એક કારએ દર 100 કિમી માટે આશરે 50 રૂપિયા આપવા પડશે.

આ પણ વાંચોઃ 1 લાખના બની ગયા 80 કરોડ રૂપિયા, પિતાના રોકાણથી પુત્ર બની ગયો માલામાલ

શું ફાયદો છે?
તમે માત્ર એટલા અંતર માટે પૈસા ચુકવશો જેટલો તમે હાઈવેનો ઉપયોગ કર્યો છે. આ સિવાય સમય અને ઈંધણની પણ બચત થશે. જીપીએસ, ઓટોમેટિક નંબર પ્લેડ રીડર અને કેમેરા દ્વારા તમારા ટોલના પૈસા કપાઈ જશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More