નવી દિલ્હી: ઇન્ડિયા ગેટ પાસે સોમવાર મોડી રાત્રે 12 વાગ્યે પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે ફૂટપાથ પર આઇસ્ક્રીમ ખાઇ રહેલા લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં 8 વર્ષની બાળકી અને તેના પિતાનું મોત થયું છે. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે.
આ પણ વાંચો:- થાળે પડતું જનજીવન: જમ્મુ કાશ્મીરનાં 93 ટકા હિસ્સા પરથી પ્રતિબંધ હટ્યો
ઘટના સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર બાળકી તેના માતા પિતા સાથે ઇન્ડિયા ગેટ નજીક માનસિંહ રોડ પર સ્કૂટી પર આવી હતી. આ ઘટનામાં ડમ્પરે રસ્તાના છેડે ઉભેલી ત્રણ રિક્ષાને પણ ટક્કર મારી જેમાં એક રિક્ષા ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થયો છે.
આ પણ વાંચો:- કસ્ટડીમાં ઉમર અબ્દુલ્લાનો બદલાયો વેશ: આવી રીતે પસાર કરે છે દિવસો
આ દુર્ઘટના રાતના લગભગ 12 વાગ્યાની છે. જ્યારે માનસિંહ રોડ પર એક પૂરપાટ ઝડપે આવી રેલા ડમ્પરના ડ્રાઇવરે એકાએક ડમ્પર પરથી કાબુ ગુમાવ્યો અને ફૂટપાથ પર ચઢાવી દીધો હતો. આ ઘટનામાં રસ્તાના છેડે ઉભેલી રિક્ષા અને સ્કૂટીને કચડી નાખતા પાર્કની અંદર ઘૂસી ગયો હતો.
આ પણ વાંચો:- પાકિસ્તાનના સુર ઢીલા પડ્યાં : ઇમરાને કહ્યું પરમાણુ હથિયારની પહેલ નહી કરીએ
તમને જણાવી દઇએ કે, એનસીઆરમાં પૂરપાટ ગતિનો કહેર અટકવાનું નામ લઈ રહ્યું નથી. રવિવાર રાત્રે ગુરૂગ્રામમાં ગોલ્ફ કોર્સ એક્સટેન્શન રોડ પર એક પૂરપાટ ઝડપે આવતી કારે ટક્કરે બે રાહદારીઓના મોત થયા હતા. આ અગાઉ ગત વર્ષે ઓગસ્ટ મહીનામાં ફરીદાબાદ-ગુરૂગ્રામ રોડ પર એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પૂરપાટ ઝડપે આવતી સ્વિફ્ટ ડિઝાયર કારે કાબુ ગુમાવતા ડિવાઇડર કૂદીને રોડની બીજી સાઇડ જઇ રહેલી ટેક્સી (કેબ)ને ટક્કર મારી હતી.
આ પણ વાંચો:- NRC ની અંતિમ યાદીમાં પૂર્વ રાષ્ટ્રપતિના પરિવારનું નામ જ ગાયબ થઇ ગયું
આ દુર્ઘટનામાં ટેક્સીમાં સવાર 4 યુવક યુવતી ઇજાગ્રસ્ત થયા હતા, ત્યારે આરોપી કાર ડ્રાઇવ પણ ઘાયલ થયો હતો. આ દુર્ઘટના બાદ ત્યાંથી પસાર થઇ રહેલા લોકોએ આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે