Home> India
Advertisement
Prev
Next

મુંબઈ : અંધેરીમાં આવેલી ESIC કામગાર હોસ્પિટલમાં ભીષણ આગ, 6નાં મોત

એક વ્યક્તિનું મોત, અત્યાર સુધી 47ને બચાવાયા, 10 ફાયર ફાઈટર ઘટનાસ્થળે, 1 રેસ્ક્યુવાન અને 16 એમ્બ્યુલન્સ પણ હાજર 

મુંબઈ : અંધેરીમાં આવેલી ESIC કામગાર હોસ્પિટલમાં ભીષણ આગ, 6નાં મોત

મુંબઈઃ મુંબઈના અંધેરીના મરોલમાં આવેલી ESIC કામગાર હોસ્પિટલમાં સાંજે 4 કલાકે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રીગેડ દ્વારા આ આગને લેવલ-3 પ્રકારની શ્રેણીમાં મુકવામાં આવી છે અને અત્યારે રાહત-બચાવ કામગીરી પુરજોશમાં છે. અત્યાર સુધી પ્રાપ્ત થયેલા સમાચાર મુજબ આ આગમાં 6 વ્યક્તિના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 100થી વધુ લોકો આ આગમાં દાઝી ગયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. 

fallbacks

ફાયર બ્રીગેડના અધિકારીએ જણાવ્યું કે, સાંજે 4 કલાકે તેમને મરોલમાં આવેલી ESIC કામગાર હોસ્પિટલમાં આગ લાગવાનો કોલ મળ્યો હતો અને તાત્કાલિક ધોરણે 7 ફાયર ફાઈટરને રવાના કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ બીજા 3 ફાયર ફાઈટર અને રાહત-બચાવ કામગીરીની ટીમને પણ રવાના કરાઈ હતી. અત્યાર સુધીમાં 47 લોકોને બચાવી લેવાયા છે અને હજુ અસંખ્ય લોકો હોસ્પિટલમાં ફસાયા હોવાની આશંકા છે. 

fallbacks

હોસ્પિટલ ખાતે 10 ફાયર ફાઈટર રાહત-બચાવ કામગીરીમાં જોડાયેલા છે. લોકોને તાત્કાલિક સારવાર અને હોસ્પિટલ પહોંચાડવા માટે 1 રેસ્ક્યુ વાન અને 16 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે. 

fallbacks

પ્રાથમિક માહિતી મુજબ 15 જણને કૂપર હોસ્પિટલમાં, 23 જણને ટ્રોમા હોસ્પિટલમાં અને 30 ઈજાગ્રસ્તોને સેવેન હિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘાયલોની સારવાર ચાલુ છે અને તેમની તબિયત સ્થિર હોવાનું તમામ હોસ્પિટલનાં સત્તાવાળાઓએ જણાવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More