Home> India
Advertisement
Prev
Next

નિર્માણાધીન જહાજ 'INS વિશાખાપટ્ટનમ'માં આગ લાગતાં 1 વ્યક્તિનું મોત

મુંબઇના મઝગાંવ ડોકયાર્ડમાં INS વિશાખાપટ્ટનમમાં આગ લાગી ગઇ છે. આગ જહાજનાં બીજા અને ત્રીજા ડેકમાં લાગી છે. તેમાં 1 વ્યક્તિ ફસાયેલો હોવાની આશંકા છે. આગ બુજાવવા માટે ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ચુકી છે. મઝગાંવ ડોકના મુખ્ય દ્વાર પર શુક્રવારે સાંજે 05.44 વાગ્યે આગ લાગી. હાલ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. 

નિર્માણાધીન જહાજ 'INS વિશાખાપટ્ટનમ'માં આગ લાગતાં 1 વ્યક્તિનું મોત

મુંબઇ : મુંબઇના મઝગાંવ ડોકયાર્ડમાં ભારતાય નૌકાદળના નિર્માણાધીન યુદ્ધજહાજ 'INS વિશાખાપટ્ટનમ'માં અચાનક લાગેલી આગમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. ઘાયલ વ્યક્તિને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. 

fallbacks

મઝગાંવ શિપબિલ્ડિંગ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ, "યાર્ડમાં નિર્માણાધીન  યુદ્ધજહાજ વિશાખાપટ્ટનમના યાર્ડ 12704 ખાતે સાંજે 4.00 કલાકે એક ટાંકીના નિર્માણ દરમિયાન આગ લાગી ગઈ હતી. આગ પર કાબુ મેળવવા માટે 8 ફાયરફાઈટર દોડી આવ્યા હતા અને લગભગ સાંજે 7.00 કલાકે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો."

વધુમાં જણાવાયું છે કે, "કોન્ટ્રાક્ટ પરના એક કર્મચારીનું ગુંગળાઈ જવાના કારણે અને વધુ પડતી ઈજાના કારણે મોત થઈ ગયું હતું. જ્યારે અન્ય એક કર્મચારી સામાન્ય રીતે દાઝી ગયો હતો. આગ લાગવાનું સાચું કારણ શોધવા માટે તપાસ સમિતિ નિમવામાં આવી છે."

તેલંગાણામાં વિશ્વની સૌથી મોટી લિફ્ટ સિંચાઈ યોજના 'કાલેશ્વરમ'નું લોકાર્પણ

આગ બુઝાવવા માટે 8 ફાયર ફાઈટરની ટીમ કામે લાગી હતી. જેની સાથે જ નેવી સબમરીન ફાયર વિભાગ અને મઝગાંવ ફાયર વિભાગની ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે, મઝગાંવ ડોકયાર્ડમાં અત્યારે પ્રોજેક્ટ 15B વિશાખાપટ્ટનમ શ્રેણીનું સ્ટીલ્થ મિસાઈલ ગાઈડેડ વિધ્વંસક યુદ્ધજહાજનું નિર્માણ ચાલી રહ્યું છે. અહીં ચાર વિધ્વંસક જહાજ - વિશાખાપટ્ટનમ, મોરમુગાઓ, ઈમ્ફાલ અને પોરબંદર નામથી બનાવવામાં આવશે. આ યુદ્ધજહાજ નૌકાદળના બેડામાં સામેલ થઈ ગયા પછી ભારતીય નૌકાદળની ક્ષમતામાં વધારો થઈ જશે. આ વિશાળ જહાજમાં 50 ક્રૂ ઓફિસર અને 250નો નૌકાદળનો સ્ટાફ રહે તેટલી ક્ષમતા છે. 

જૂઓ LIVE TV.....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More