Home> India
Advertisement
Prev
Next

VIDEO દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનમાં આગ ફાટી નીકળી, US જવાની હતી ફ્લાઈટ

દેશની રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ (IGI) પર બુધવારે મોડી રાતે એર ઈન્ડિયાની એક બોઈંગ ફ્લાઈટમાં આગ લાગી ગઈ.

VIDEO દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનમાં આગ ફાટી નીકળી, US જવાની હતી ફ્લાઈટ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ (IGI) પર બુધવારે મોડી રાતે એર ઈન્ડિયાની એક બોઈંગ ફ્લાઈટમાં આગ લાગી ગઈ. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ આગ લાગ્યા બાદ ફ્લાઈટ ભડકે બળવા લાગી  હતી. આખી ફ્લાઈટમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. આ અકસ્માતમાં જો કે કોઈ પણ પ્રકારના જાનમાલનું નુકસાન થયું નથી. કહેવાય છે કે વિમાનમાં મરમ્મતનું કામ ચાલુ હતું તે દરમિયાન આગ લાગી હતી.

fallbacks

પડોશમાં આતંકવાદની ફેક્ટરી ચાલે છે અને વિરોધીઓ કહે છે કે આ મુદ્દો જ નથી: પીએમ મોદી

ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ એર ઈન્ડિયાની ફ્લાઈટ (B777-200 LR) અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો (San Francisco)  ઉડાણ ભરવાની હતી. ઉડાણ અગાઉ મરમ્મતનું કામ ચાલુ હતું ત્યારે જ અચાનક ફ્લાઈટમાં આગ લાગી હતી. વિમાનનું એસી રિપેરિંગનું કામ ચાલુ હતું. અચાનક આગ લાગી. 

એર ઈન્ડિયા તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ ઉડાણ અગાઉ એન્જિનિયર ફ્લાઈટની રૂટિન તપાસ કરી રહ્યાં હતાં. અચાનક જ વિમાનના પાછલા ભાગમાં આગ લાગી. અત્રે જણાવવાનું કે હાલના વર્ષોમાં બોઈંગ વિમાનોમાં આગ પકડવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ચીન, ઈથોપિયા સહિત અનેક દેશોએ બોઈંગ વિમાનો પર પ્રતિબંધ મૂક્યો છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More