નવી દિલ્હી: અક્ષરધામ મંદિરની પાસે બદમાશોએ પોલીસની કમાન્ડો ટીમની ગાડી ઉપર ફાયરિંગ કર્યું હોવાના અહેવાલો છે. પોલીસે બદમાશોને પકડવા માટે જાળ બીછાવી હતી પરંતુ બદમાશોએ પોલીસની ગાડી ઉપર જ ફાયરિંગ કરી નાખ્યું.
મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસને છેલ્લા કેટલાક સમયથી અક્ષરધામ મંદિર પાસે લૂટફાટની ફરિયાદો મળતી હતી. ત્યારબાદ પોલીસે બદમાશોને પકડવા માટે જાળ બીછાવી હતી. રવિવારે ચેકિંગ દરમિયાન બદમાશોએ પોલીસની ગાડી ઉપર ફાયરિંગ કર્યું. જવાબમાં દિલ્હી પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે