Home> India
Advertisement
Prev
Next

નોઇડામાં સામે આવ્યા COVID-19ના 5 નવા કેસ, યુપીમાં Corona દર્દીઓની સંખ્યા 56 પહોંચી

ઉત્તર પ્રદેશમાં ગૌતમબુદ્ધ નગર કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લો બની ગયો છે. શનિઆરે નોઇડામાં કોરોના વાયરસથી સંક્રમણના 5 નવા કેસ સામે આવ્યા છે.

નોઇડામાં સામે આવ્યા COVID-19ના 5 નવા કેસ, યુપીમાં Corona દર્દીઓની સંખ્યા 56 પહોંચી

નોઇડા: ઉત્તર પ્રદેશમાં ગૌતમબુદ્ધ નગર કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લો બની ગયો છે. શનિઆરે નોઇડામાં કોરોના વાયરસથી સંક્રમણના 5 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ શહેરમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા 23 પહોંચી ગઇ છે. આગરામાં કોરોનાના અત્યાર સુધી 10 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ રાજધાની લખનઉમાં કોરોના પિડિતોની સંખ્યા 8 છે. 

fallbacks

ગાજિયાબાદમાં કોરોનાના અત્યાર સુધી 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ પીલીભીતના 2, લખીમપુર ખીરી, બાગપત, મુરાદાબાદ, વારાણસી, કાનપુર, જૌનપુર અને શામલીના 1-1 દર્દી સામેલ છે. આ સાથે જ ઉત્તર પ્રદેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 56 પહોંચી ગઇ છે. તમને જણાવી દઇએ કે તેમાં 11 દર્દી સંપૂર્ણપણે રિકવર થઇ ગયા છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને તે તમામ હાલ હોમ આઇસોલેશનમાં રહે છે. 

તમને જણાવી દઇએ કે કોરોનાના વધતા જતા પ્રભાવને જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચના રોજ રાત્રે 12 વાગ્યાથી આખા દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરી દીધું છે. 14 એપ્રિલ સુધી આ લોકડાઉન લાગૂ રહેશે. આ દરમિયાન દેશમાં કોરોનાથી સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. દેશભરમાં આ આંકડો લગભગ 900ની આસપાસ પહોંચી ગયો છે. કોરોના વાયરસના લીધે દેશમાં અત્યાર સુધી 19 લોકોના મોત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More