Home> India
Advertisement
Prev
Next

ઝારખંડ: સરાયકેલામાં પોલીસ ટીમ પર નક્સલવાદી હુમલો, 5 જવાન શહીદ

ઝારખંડના સરાયકેલામાં નક્સલવાદી હુમલામાં પાંચ પોલીસ કર્મચારીઓ શહીદ થઇ ગયા. નક્સલવાદીઓએ આ હુમલો તે સમયે કર્યો જ્યારે પોલીસ ટીમ પેટ્રોલિંગ કરીને પરત ફરી રહી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ નક્સલવાદીઓ, પોલીસ ટીમના હથિયાર લઇને ફરાર થઇ ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ દુર્ઘટના શુક્રવારે સરાયકેલાનાં તિરુલહીડ વિસ્તારમાં થઇ. 

ઝારખંડ: સરાયકેલામાં પોલીસ ટીમ પર નક્સલવાદી હુમલો, 5 જવાન શહીદ

સરાયકેલા : ઝારખંડના સરાયકેલામાં નક્સલવાદી હુમલામાં પાંચ પોલીસ કર્મચારીઓ શહીદ થઇ ગયા. નક્સલવાદીઓએ આ હુમલો તે સમયે કર્યો જ્યારે પોલીસ ટીમ પેટ્રોલિંગ કરીને પરત ફરી રહી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ નક્સલવાદીઓ, પોલીસ ટીમના હથિયાર લઇને ફરાર થઇ ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ દુર્ઘટના શુક્રવારે સરાયકેલાનાં તિરુલહીડ વિસ્તારમાં થઇ. 

fallbacks

હું મોતથી નહી પરંતુ મોત મારાથી ગભરાય છે, મને રોકવાની હિંમત કોઇ પાસે નહી: મમતા

Zee Exclusive: ATM મા રોકડ નહી હોય તો બેંકોએ ભરવો પડશે દંડ, RBIનો આદેશ
નક્સલવાદીઓએ પોલીસની ગાડી પર ફાયરિંગ કર્યું. પોલીસની ટીમ પેટ્રોલિંગ કરીને પરત ફરી રહી હતી, જ્યારે પહેલાથી જ ઘાત લગાવીને બેઠેલા નક્સલવાદીઓએ ઘેરીને ફાયરિંગ ચાલુ કરી દીધું. પોલીસની જવાબી કાર્યવાહીમાં કેટલાક નક્સલવાદીઓને પણ ગોળી લાગી હોવાની માહિતી મળી છે. 

દિલ્હી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, પીસી ચાકોનાં રાજીનામાની ઉઠી માંગ

રેપના આરોપી બસપા સાંસદ અતુલ રાયના ઘરે ધરપકડ માટે દરોડા
આ હુમલામાં પાંચ પોલીસ કર્મચારીઓ શહીદ થયા હોવાની પ્રથામિક માહિતી પ્રાપ્ત થઇ રહી છે. શહીદોમાં બે એએસઆઇ અને 3 કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નક્સલવાદીઓ હુમલો કર્યા બાદ તેઓ પોલીસના હથિયારો પણ લૂંટી લીધા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More