Home> India
Advertisement
Prev
Next

Chhattisgarh: બીજાપુરમાં નક્સલીઓ સાથે અથડામણમાં 5 જવાન શહીદ, અનેકને ઈજા

Naxal Encounter In Bijapur : બીજાપુર જિલ્લામાં નક્સલીઓ સાથે અથડામણના સમાચાર મળી રહ્યાં છે. જેમાં પાંચ જવાનો શહીદ થયા છે. સેના અને નક્સલીઓ વચ્ચે હજુ અથડામણ ચાલી રહી છે. 

Chhattisgarh: બીજાપુરમાં નક્સલીઓ સાથે અથડામણમાં 5 જવાન શહીદ, અનેકને ઈજા

રાયપુરઃ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણના સમાચાર આવી રહ્યાં છે. જાણવા મળી રહ્યું છે કે શનિવારે બપોર બાદ જવાનો અને નક્સલીઓ વચ્ચે જોરદાર અથડામણ થઈ છે. અથડામણમાં પાંચ જવાન શહીદ થયા છે, જ્યારે 10 જેટલા સુરક્ષાકર્મી ઈજાગ્રસ્ત થયા છે. શહીદ થનારમાં DRG ના 4 અને CRPF નો એક જવાન સામેલ છે. 

fallbacks

નક્સલીઓએ સુરક્ષા દળો પર ગોળીબારી શરૂ કરીઃ પોલીસ મહાનિર્દેશક ડી.એમ. અવસ્થી
રાજ્યના પોલીસ મહાનિર્દેશક ડીએમ અવસ્થીએ જણાવ્યુ કે, બીજાપુર જિલ્લાના તર્રેમ ક્ષેત્રમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં પાંચ જવાન શહીદ થયા છે. જ્યારે કેટલાકને ઈજા પહોંચી છે. અવસ્થીએ જણાવ્યુ કે તર્રેમ ક્ષેત્રમાં સીઆરપીએફની કોબરા બટાલિયન, ડીઆરજી અને એસટીએફના જવાનોને નક્સલ વિરોધી અભિયાનમાં રવાના કરવામાં આવ્યા હતા. દળ જ્યારે ક્ષેત્રમાં હતું ત્યારે નક્સલીઓએ સુરક્ષાદળો પર ગોળીબારી શરૂ કરી હતી. 

અથડામણ ચાલી રહી છે, ઈજાગ્રસ્તોને બહાર કાઢવાનો પ્રયાસ
તેમમે જણાવ્યું કે સુરક્ષા દળના જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં કેટલાક નક્સલીઓના મોત થયા છે. અથડામણ હજુ ચાલી રહી છે. પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, ઈજાગ્રસ્તોને બહાર કાઢવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ સંબંધમાં વિસ્તૃત જાણકારી લેવામાં આવી રહી છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More