India Climate Changed: બાડમેર, જોધપુર, કોટા, જયપુર, પાલી આ તમામ સ્થળો રાજસ્થાનના જગવિખ્યાત સ્થળો છે. પરંતુ 2025માં પણ રાજસ્થાનમાં પૂરની સ્થિતિ ચિંતાજનક રહી છે. કેમ કે જુલાઈથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં કાળો કહેર મચાવ્યો છે. અમુક જગ્યાએ તો 135 ટકા જેટલો વરસાદ વરસતાં ભયાનક પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આકાશમાંથી સતત વરસી રહેલાં વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન બન્યા છે. તો અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. બીજીબાજુ અનેક ગામનો સંપર્ક કપાઈ જતાં લોકોની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે. ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે રાજસ્થાનમાં આ શું થઈ રહ્યું છે? કેમ રણવિસ્તાર તરીકે જાણીતા આ રાજ્યમાં ભારે વરસાદ અને પૂરનો કાળો કોહરામ જોવા મળી રહ્યો છે?
આ છે LICની બેસ્ટ 5 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ, વાર્ષિક 12થી 16% સુધી મળી રહ્યું છે રિટર્ન
રાજસ્થાનમાં ગ્લોબલ વોર્મિંગની અસર?
રિસર્ચમાં સામે આવ્યું છે કે રાજસ્થાનમાં ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી છે. 2020થી 2025 દરમિયાન રણવિસ્તારમાં ભારે પૂર આવ્યું છે. જેમાં ઓગસ્ટ 2021 અને ઓગસ્ટ 2024માં પૂરે વિનાશ વેર્યો હતો. વરસાદની પેટર્નમાં મોટો ફેરફાર થયો છે. ભારે વરસાદવાળા દિવસોની સંખ્યામાં મોટો વધારો થયો છે. આ તમામ સંકેત ગ્લોબલ વોર્મિંગ તરફ ઈશારો કરે છે.
અનેક શહેરોમાં જળબંબાકારથી ભારે વિનાશ
વરસાદની પેટર્ન કેવી બદલાઈ છે તેને કેટલાંક વીડિયોની મદદથી સમજવાનો પ્રયાસ કરીએ. રાજસ્થાનના બુંદી શહેરમાં ભારે વરસાદ બાદ રસ્તા પર ધસમસતી નદીઓ વહેવા લાગી. રાજસમંદનામાં અચાનક ફ્લેશ ફ્લડ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેના કારણે રસ્તા પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેવા લાગ્યો. જેમાં ગાડી તણખલાની જેમ વહી ગઈ, તો અનેક ગાડીને મોટું નુકસાન થયું.
રાજ્યમાં 33 જિલ્લામાં હાલ સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 51.09% જેટલો નોંધાયો
દર વર્ષે રણ વિસ્તારમાં વરસાદ-પૂરનો કહેર
રસ્તા પર લોકોને ખેંચી જવા માટે આતુર પાણીના આ દ્રશ્યો કોટાથી સામે આવ્યા. જેમાં જોઈ શકાય છે કે કેટલાંક કામ કરનારા યુવાનો પાણીમાંથી મહામહેનતે પસાર થઈ રહ્યા છે. જેમાં એક યુવાન પોતાનું બેલેન્સ ગુમાવે છે. જોકે, અન્ય યુવાન તેને હાથ પકડીને તેને બચાવી લે છે.
આ તમામ દ્રશ્યો એ વાતની સાક્ષી પૂરી રહ્યા છે કે આકાશમાંથી અનરાધાર પાણી રાજસ્થાનના અનેક વિસ્તારમાં વરસે છે. પહેલાં અહીંયા વરસાદ બહુ ઓછો પડતો હતો. પરંતુ હવે થોડા દિવસોની અંદર પુષ્કળ વરસાદ વરસે છે અને ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.
'પુષ્પા 2'ના ખૂંખાર વિલન ઉપયોગ કરે છે નોન-સ્માર્ટફોન, કિંમત જાણીને નહીં આવે વિશ્વાસ
છેલ્લાં 5 વર્ષમાં આકાશી આફતથી ત્રાહિ-ત્રાહિ
પશ્વિમી રાજસ્થાનમાં 65 MMથી વધુ વરસાદવાળા દિવસોની સંખ્યા વધી છે. 2016માં રાજસ્થાનમાં 18 દિવસ સુધી વરસાદ વરસ્યો છે. જેમાં 1 દિવસમાં 4.8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. બાડમેરમાં તો 30 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જે સરેરાશ 11.08 ઈંચ કરતાં ઘણો વધારે હતો. આગામી સમયમાં આ વરસાદની માત્રા વધી શકે છે. ચક્રવાતના કારણે પણ રાજસ્થાનમાં ગમે ત્યારે વરસાદ પડે છે.
રાજસ્થાનમાં આ વર્ષે પણ ભારે વરસાદ અને પૂરના કારણે અનેક વિસ્તારો ત્રાહિ ત્રાહિ પોકારી ઉઠ્યા છે. આગામી સમયમાં આવી કુદરતી ઘટનામાં ધરખમ વધારો થશે તે નક્કી છે. એટલે તેનાથી કઈ રીતે બચી શકાય અને જાનમાલને ઓછું નુકસાન થાય તે દિશામાં સરકારે અત્યારથી કામ કરવું પડશે. નહીં તો ભારે વરસાદ અને પૂર આવશે અને પોતાના રૌદ્ર રૂપથી ચારેબાજુ વિનાશ વેરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે