Home> India
Advertisement
Prev
Next

ઈતિહાસકાર રામચંદ્ર ગુહાની ગુજરાત અંગેની ટ્વીટ પર ભડક્યા નાણામંત્રી, આપ્યો જડબાતોડ જવાબ

નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) અને ઈતિહાસકાર રામચંદ્ર ગુહા (Historian Ramchandra Guha) વચ્ચે ગુરુવારે ટ્વીટર વોર ચાલી. નાણામંત્રી (Finance Minister) એ રામચંદ્ર ગુહાને કહ્યું કે તેમણે અર્થવ્યવસ્થાને લઈને ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તે 'સુરક્ષિત હાથ'માં છે. આ અગાઉ ઈતિહાસકારે બ્રિટિશ લેખક ફિલિપ સ્પ્રાટની 1939ની એક ટિપ્પણીનો હવાલો આપતા કહ્યું કે 'ગુજરાત આર્થિક રીતે મજબુત હતું, સાંસ્કૃતિક રીતે પછાત હતું'

ઈતિહાસકાર રામચંદ્ર ગુહાની ગુજરાત અંગેની ટ્વીટ પર ભડક્યા નાણામંત્રી, આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) અને ઈતિહાસકાર રામચંદ્ર ગુહા (Historian Ramchandra Guha) વચ્ચે ગુરુવારે ટ્વીટર વોર ચાલી. નાણામંત્રી (Finance Minister) એ રામચંદ્ર ગુહાને કહ્યું કે તેમણે અર્થવ્યવસ્થાને લઈને ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તે 'સુરક્ષિત હાથ'માં છે. આ અગાઉ ઈતિહાસકારે બ્રિટિશ લેખક ફિલિપ સ્પ્રાટની 1939ની એક ટિપ્પણીનો હવાલો આપતા કહ્યું કે 'ગુજરાત આર્થિક રીતે મજબુત હતું, સાંસ્કૃતિક રીતે પછાત હતું'

fallbacks

ગુહા તમને ખબર નથી, પણ ગુજરાતની સંસ્કૃતિ તમારા કે ફિલિપના સર્ટિફિકેટની મોહતાજ નથી

ત્યારબાદ નિર્મલા સીતારમણે એક લેખનું વેબલિંક પોસ્ટ કરી જે સપ્ટેમ્બર 2018માં પ્રકાશિત થયો હતો. આ લેખ પોલેન્ડ સરકાર દ્વારા જામનગરના પૂર્વ નરેશ મહારાજ જામસાહેબ દિગ્વિજય સિંહજી જાડેજાના સન્માનમાં આયોજિત કાર્યક્રમ સાથે સંલગ્ન હતો. તેમણે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોલેન્ડના 1000 બાળકોને શરણ આપી હતી. 

સીતારમણે ટ્વીટ કરીને કહ્યું કે, 'કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ સાથે જોડાયેલા બ્રિટનવાસી ફિલિપ સ્પ્રાટે જ્યારે આ લખ્યું ત્યારે ગુજરાતમાં આ થઈ રહ્યું હતું...જામનગર... મહારાજા જામસાહેબ દિગ્વિજય સિંહજીએ પોલેન્ડના 1000 બાળકોને બચાવ્યાં #સંસ્કૃતિ.'

ત્યારબાદ તરત ગુહાએ ટ્વીટ કરીને કહ્યું કે, 'મને લાગતુ હતું કે માત્ર ગુજરાતના મુખ્યમંત્રીએ ટિપ્પણી કરી પરંતુ હવે તો એવું લાગે છે કે નાણામંત્રીને પણ એક સાધારણ ઈતિહાસકારની ટ્વીટ સતાવી રહી છે. અર્થવ્યવસ્થા નિશ્ચિતપણે સુરક્ષિત હાથમાં છે.'

જેને લઈને ગુહા પર કટાક્ષ કરતા સીતારમણે કહ્યું કે, 'અર્થવ્યવસ્થા નિશ્ચિત રીતે સુરક્ષિત હાથમાં છે. ચિંતા કરવાની જરૂર નથી. શ્રીમાન ગુહા. હાલના રાષ્ટ્રીય ચર્ચા પર વિચારોને ગંભીરતાથી લેવા + જવાબદારીથી પોતાનું કામ કરવું એ કોઈ વિશેષ વાત નથી. કોઈ પણ રીતે ઈતિહાસમાં રૂચિ એક આગળ પડતી વાત છે. નિશ્ચિત રીતે તમારા જેવા બુદ્ધિજીવી વ્યક્તિને આ સમજમાં આવવું જોઈએ.'

કેટલાક લોકો ભારતને વિભાજીત કરવા માગે છે, રામચંદ્ર ગુહાને સીએમનો વળતો જવાબ

CM વિજય રૂપાણીએ પણ આપ્યો હતો જડબાતોડ જવાબ
જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ (Historian Ramchandra Guha) ગુજરાતને (Gujarat) લઈને એક વિવાદાસ્પદ નિવેદન (Controversial statement) આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, ગુજરાત સાંસ્કૃતિક રીતે પછાત છે. તેમણે એક જૂના પુસ્તકનો સંદર્ભ લઈને આ વાત કરી હતી. હવે આ મામલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Chief Minister Vijay Rupani) તેમને સણસણતો જવાબ આપ્યો છે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈતિહાસકાર રામચંદ્ર ગુહાના વિવાદાસ્પદ ટ્વીટ સામે સણસણતો જવાબ આપીને કહ્યું છે કે, કેટલાક લોકો ભારતને અને ભારતીયોને વિભાજીત કરવા માગે છે પણ ભારતીયો એક છે.

ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ ફિલીપ સ્પ્રાટના લેખનને ટાંકી ટ્વીટ કરી હતી કે, "ગુજરાત આર્થિક રીતે અગ્રેસર હોવા છતાં, સાંસ્કૃતિક રીતે પછાત પ્રાંત છે. તેનાથી વિરૂધ્ધ બંગાળ આર્થિક રીતે પછાત છે પણ સાંસ્કૃતિક રીતે અગ્રેસર છે" ગુહાએ ફિલિપ સ્પ્રાટના 1939ના લેખનમાંથી આ અવતરણ ટાંક્યું હતું, સ્પ્રાટ બ્રિટિશ લેખક અને બુધ્ધિજીવી હતો. સ્પ્રાટ પોતાની સામ્યવાદી વિચારધારા માટે જાણીતો છે.

ગુહાના આ ટ્વિટ સામે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સણસણતો જવાબ આપ્યો છે. વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરી કહ્યુ કે, અગાઉ બ્રિટિશરો હતા કે જેમણે ભાગલા પાડો અને રાજ કરો એ નીતિ અપનાવી હતી.  હવે આવા કહેવાતા ભદ્ર લોકો છે કે જે ભારતીયોમાં ભાગલા પાડવા મથે છે. ભારતીયો આ ષડયંત્રોનો શિકાર નહીં બને. ગુજરાત મહાન છે, બંગાળ મહાન છે,  ભારત સંયુક્ત છે. આપણો સાંસ્કૃતિક પાયો મજબૂત છે, આપણી આર્થિક આકાંક્ષાઓ ઉંચી છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More