Home> India
Advertisement
Prev
Next

સીમા પર તણાવ વચ્ચે ભારત અને ચીનના વિદેશમંત્રીઓની રશિયામાં બેઠક

લદ્દાખ સીમા (Ladakh Border) પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar) પોતાના ચીની સમકક્ષ વાંગી યી સાથે મોસ્કોમાં મુલાકાત કરી રહ્યા છે.

સીમા પર તણાવ વચ્ચે ભારત અને ચીનના વિદેશમંત્રીઓની રશિયામાં બેઠક

નવી દિલ્હી: લદ્દાખ સીમા (Ladakh Border) પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar) પોતાના ચીની સમકક્ષ વાંગી યી સાથે મોસ્કોમાં મુલાકાત કરી રહ્યા છે. એલએસીની પાસે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે અથડામણ બાદ પૂર્વી લદ્દાખમાં સીમા પર તણાવને ધ્યાનમાં રાખતાં વિદેશ મંત્રીઓ વચ્ચે વાતચીત ચાલુ છે. તમને જણાવી દઇએ કે વાંગ શંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)માં ભાગ લેવા માટે મોસ્કો છે. 

fallbacks

આ પહેલાં રશિયા, ભારત અને ચીન (RIC) ના વિદેશ મંત્રીઓએ ગુરૂવારે મોસ્કોમાં શંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)થી ઇતર ત્રિપક્ષીય વાર્તા કરી. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને કહ્યું, મોસ્કોમાં વિદેશ મંત્રી (સર્ફેઇ) લાવરોવની મેજબાનીમાં આયોજિત આરઆઇસીના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો. ગર્મજોશી ભરેલા તેમના સ્વાગત માટે ધન્યવાદ.'

જયશંકરે રશિયા અને ચીન પોતાના સમકક્ષોની તસવીર પણ પોસ્ટ કરી. આરઆઇસીના માળખા હેઠળ ત્રણેય દેશોના વિદેશ મંત્રી સમયાંતરે પોતાના હિતોવાળા દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મળે છે. 

જયશંકર એસસેઓના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ચાર દિવસીય પ્રવાસ પર મોસ્કોમાં છે. ભારત અને ચીન બંને આ સંગઠન સભ્ય છે. લાવરોવ રશિયાની રાજધાની મોસ્કોમાં બુધવારથી ગુરૂવાર સુધી આયોજિત એસસીઓ વિદેશ મંત્રીઓની બેઠકના મેજબાન છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More