Home> India
Advertisement
Prev
Next

Video: હાથીના મોત પર ધ્રુસ્કે ધ્રુસ્કે રડ્યો આ શખ્સ, તમે પણ થઈ જશો ઇમોશનલ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક માણસ મૃત હાથીની સૂંઢ પકડીને રડતો જોવા મળે છે. આ માણસ ફોરેસ્ટ રેન્જર છે અને સારવાર દરમિયાન હાથીનું મોત નીપજ્યું હતું

Video: હાથીના મોત પર ધ્રુસ્કે ધ્રુસ્કે રડ્યો આ શખ્સ, તમે પણ થઈ જશો ઇમોશનલ

ચેન્નાઈ: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક માણસ મૃત હાથીની સૂંઢ પકડીને રડતો જોવા મળે છે. આ માણસ ફોરેસ્ટ રેન્જર છે અને સારવાર દરમિયાન હાથીનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ આ વીડિયો મુદુમલાઈ ટાઇગર રિઝર્વનો છે, જેને ભારતીય વન સેવાના અધિકારી રમેશ પાંડેએ ટ્વિટર પર શેર કર્યો છે.

fallbacks

દર્દનો હતો સંબંધ
આ વીડિયો સદિયાવલ એલિફેન્ટ કેમ્પની બહારનો છે. જેમાં એક હાથીનો મૃતદેહ ગાડી પર લાદવામાં આવ્યો છે. આ હાથીની સારવાર લાંબા સમયથી કરવામાં આવતી હતી. હાથીની સારવાર કરતી ટીમમાં આ ફોરેસ્ટ રેન્જર પણ સામેલ હતો. ખરેખર, હાથી અકસ્માતને કારણે ઘાયલ થયો હતો. જેને ફોરેસ્ટ રેન્જરની ટીમે અહીં લાવવામાં આવી હતી અને તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ ઘણી કોશિશ પછી પણ હાથીને બચાવી શકાયા નહીં.

આ પણ વાંચો:- Farmers Protest: સરકારે ખેડુતોને સ્પષ્ટ કહ્યું- આનાથી વધારે કંઈ નથી કરી શકતા

વાયરલ થયો વીડિયો
ટ્વિટર પર વાયરલ થયેલા વીડિયોમાં ફોરેસ્ટ રેન્જર હાથીની સૂંઢને ધીરે ધીરે સહેલાવી રડતો જોવા મળી રહ્યો છે. વીડિયો શેર કરતા ભારતીય વન સેવાના અધિકારી રમેશ પાંડેએ લખ્યું છે કે, 'તામિલનાડુના મુદુમલાઈ ટાઇગર રિઝર્વમાં સદાવીયલ એલિફન્ટ કેમ્પના આ વીડિયોમાં જે દેખાય છે તે ભાવનાશીલ છે. ફોરેસ્ટ રેન્જરના હાથી સાથેનું જોડાણ એક અલગ લેવલ પર હતું. આ ક્લિપને અત્યાર સુધીમાં 66 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More