Home> India
Advertisement
Prev
Next

જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજનું 83 વર્ષની ઉંમરમાં નિધન, ઉદ્યોગ જગતમાં શોકની લહેર

Rahul Bajaj Passes Away: જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજનું લાંબી બીમારી બાદ નિધન થઈ ગયુ છે. તેઓ 83 વર્ષના હતા.

જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજનું 83 વર્ષની ઉંમરમાં નિધન, ઉદ્યોગ જગતમાં શોકની લહેર

નવી દિલ્હીઃ જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજનું 83 વર્ષની ઉંમરે નિધન થયુ છે. જાણવા મળ્યું કે તેઓ એક મહિનાથી બીમાર હતા. રાહુલ બજાર રાજ્યસભા સાંસદ પણ રહ્યા હતા અને 2001માં તેમનું પદ્મ ભૂષણથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ બજાજ ગ્રુપ સાથે જોડાયેલા હતા. 

fallbacks

શનિવારે ઉદ્યોગપતિ રાહુલ બજાજે અંતિમ શ્વાસ લીધા છે. બજાજ સમૂહના અધ્યક્ષ રાહુલ બજાર 83 વર્ષના હતા. જાણવા મળી રહ્યું છે કે તે કેન્સરની બીમારીનો સામનો કરી રહ્યા હતા. 2001માં કેન્દ્ર સરકારે તેમનું પદ્મ ભૂષણથી સન્માન કર્યુ હતું. 2006થી 2010 સુધી રાહુલ બજાજ રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. રાહુલ બજારે પાંચ દાયકામાં બજાજ સમૂહને નવી ઉંચાઈ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 

કોણ હતા રાહુલ બજાજ
રાહુલ બજારનો જન્મ 10 જૂન 1938માં કોલકત્તામાં થયો હતો. તેમણે બજાજ ગ્રુપની કમાન 1960ના દાયકામાં સંભાળી હતી. 2005માં તેમણે પોતાના ચેરમેનનું પદ છોડ્યુ અને પુત્ર રાજીવ બજાજને ગ્રુપની કમાન સોંપી હતી. રાહુલ બજાજે દિલ્હી વિશ્વવિદ્યાલયથી અર્થશાસ્ત્રમાં ઓનર્સની ડિગ્રી અને બોમ્બે વિશ્વવિદ્યાલયમાંથી કાયદાની ડિગ્રી લીધી હતી. તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલથી એમબીએ કર્યુ હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More