Home> India
Advertisement
Prev
Next

CAAના સમર્થનમાં ફડણવીસની રેલી, કહ્યું- સત્તાની લાલચે શિવસેનાને મુંગી બનાવી દીધી

ફડણવીસે આગળ શિવસેના પર હુમલો કરતા કહ્યું કે, કાલ સુધી શિવસેના પણ કહી રહી હતી કે બાંગ્લાદેશિઓને કાઢવામાં આવે. પરંતુ સત્તાની લાલચે તેને મુંગા બનાવી દીધા છે. 

CAAના સમર્થનમાં ફડણવીસની રેલી, કહ્યું- સત્તાની લાલચે શિવસેનાને મુંગી બનાવી દીધી

મુંબઈઃ મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં આયોજીત રેલીમાં (nrc-caa mumbai rally) રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (former chief minister devendra) હાજર રહ્યાં હતા. ફડણવીસે રેલીમાં સંબોધન પણ કર્યું હતું. ફડણવીસે કહ્યું કે, અમે કોઈની નાગરિકતા લઈ રહ્યાં નથી. આ કાયદો નાગરિકતા આપે છે. પરંતુ કેટલાક લોકો જૂઠો પ્રચાર કરી રહ્યાં છે. 

fallbacks

રાજીવ ગાંધીએ કરી હતી NRCમાં સમજુતીઃ ફડણવીસ
ફડણવીસે આગળ કહ્યું કે, તે લોકોને લાગે છે કે મોદી શાસન ક્યારેય નહીં  જાય, તેથી સત્તા માટે આગચાંપી કરી રહ્યાં છે. ફડણવીસે સવાલ ઉઠાવતા કહ્યું કે, NRC કોણ લાવ્યું? તેમણે કહ્યું કે, જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા, ત્યારે તેમણે એનઆરસીમાં સમજુતી કરી હતી અને પછી SCએ પણ યોગ્ય ગણાવી હતી. મોદીજીએ તે સ્પષ્ટ કરી દીધું છે કે ચર્ચા વિના તેને લાગૂ કરવામાં આવશે નહીં. 

શિવસેનાને સત્તાની લાલચે મુંગા બનાવી દીધાઃ ફડણવીસ
ફડણવીસે આગળ શિવસેના પર હુમલો કરતા કહ્યું કે, કાલ સુધી શિવસેના પણ કહી રહી હતી કે બાંગ્લાદેશિઓને કાઢવામાં આવે. પરંતુ સત્તાની લાલચે તેને મુંગા બનાવી દીધા છે. સત્તા આવશે અને જશે, પરંતુ રાષ્ટ્ર રહેવું જોઈએ. અમે સત્તાની ખુરશીને લાત મારી દેશું, પરંતુ અમારા રાષ્ટ્ર સાથે ક્યારેય સમજુતી નહીં કરીએ. 

અમે રસ્તા પર દેખાતા રહેશું
ફડણવીસે પ્રહાર કરતા કહ્યું કે, કેટલાક લોકો જેએનયૂમાં સાવરકર અને હિન્દુઓની કબર ખોદવાની વાત કરે છે. સાવરકરની કબરને કોઈ ખોદી ન શકે, આ ભીડ તેની ચાર પેઢીઓની કબર ખોદી દેશે. કોંગ્રેસ તેને સાથ આપી રહી છે. કાલ સુધી અમારા મિત્ર પણ તેનો સાથ આપી રહ્યાં છે. જ્યાં સુધી સીએએનો વિરોધ કરનારાના મોઢા બંધ નહીં થાય ત્યાં સુધી અમે રસ્તાઓ પર દેખાતા રહીશું. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More