Home> India
Advertisement
Prev
Next

રાજીવ ગાંધીની 75મી જન્મ જયંતી: કોંગ્રેસના નેતાઓએ 'વીર ભૂમિ' જઈ આપી શ્રદ્ધાંજલિ, PM મોદીએ પણ યાદ કર્યા

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 75મી જન્મ જયંતીના અવસરે દેશ તેમને યાદ કરી રહ્યો છે. પોતાના નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે આજ સવારથી જ કોંગ્રેસના નેતાઓએ તેમની સમાધિ વીર ભૂમિ જઈને નમન કર્યાં. પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપનારાઓમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસના અનેક નેતાઓ સામેલ રહ્યાં. 

રાજીવ ગાંધીની 75મી જન્મ જયંતી: કોંગ્રેસના નેતાઓએ 'વીર ભૂમિ' જઈ આપી શ્રદ્ધાંજલિ, PM મોદીએ પણ યાદ કર્યા

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 75મી જન્મ જયંતીના અવસરે દેશ તેમને યાદ કરી રહ્યો છે. પોતાના નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે આજ સવારથી જ કોંગ્રેસના નેતાઓએ તેમની સમાધિ વીર ભૂમિ જઈને નમન કર્યાં. પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપનારાઓમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસના અનેક નેતાઓ સામેલ રહ્યાં. 

fallbacks

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પૂર્વ પીએમ રાજીવ ગાંધીને તેમની જયંતીના અવસરે યાદ કર્યાં. આ ઉપરાંત હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદ, અહેમદ પટેલે પણ વીરભૂમિ જઈને પૂર્વ પીએમને નમન કર્યાં. 

આ અગાઉ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પિતાને યાદ કર્યા હતાં. રાહુલ ગાંધીએ લખ્યું કે આજે આપણે દેશભક્ત અને દૂરંદર્શી રાજીવ ગાંધીજીની 75મી જયંતી મનાવી રહ્યાં છીએ. જેમની દૂરંદર્શી નીતિઓએ ભારતના નિર્માણમાં મદદ કરી. મારા માટે તેઓ એક પ્રેમાળ પિતા હતાં, જેમણે મને શિખવાડ્યું કે ક્યારેય કોઈને નફરત ન કરવી, તમામ પ્રાણીઓ સાથે પ્રેમથી વર્તવું અને ક્ષમા આપવી. 

અત્રે જણાવવાનું કે ઈન્દિરા ગાંધીની હત્યા બાદ 1984થી 1991 સુધી રાજીવ ગાંધી દેશના સૌથી યુવા વડાપ્રધાન તરીકે હતાં. રાજીવ ગાંધીનું 21મી મે 1991માં તામિલનાડુના શ્રીપેરામ્બુદુરમાં એક બોમ્બ વિસ્ફોટમાં નિધન થયું હતું. કહેવાય છે કે ત્રીસ વર્ષની એક ઠીંગણી, કાળી અને જાડી યુવતી ચંદનનો હાર લઈને તેમના તરફ આગળ વધી અને જેવું તેમને પગે લાગી કે વિસ્ફોટ થયો હતો. 

આ મામલે તપાસ માટે સીઆરપીએફના આઈજી ડોક્ટર ડીઆર કાર્તિકેયનના નેતૃત્વમાં એક વિશેષ તપાસ દળની રચના કરાઈ અને ગણતરીના મહિનાઓમાં હત્યાના આરોપમાં એલટીટીઈના 7 સભ્યોની ધરપકડ થઈ. મુખ્ય આરોપી શિવરાસન અને તેના સાથીઓએ ધરપકડ થતા પહેલા સાઈનાઈડ ખાઈ લીધુ હતું. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More