Home> India
Advertisement
Prev
Next

ટેરીના પૂર્વ પ્રમુખ અને પર્યાવરણવિદ આરકે ડો. આરકે પચૌરીનું નિધન

આરકે પચૌરીને દિલ્હીના એસ્કોર્ટ હાર્ટ ઈન્સ્ટીટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્વાસ્થ્યમાં સુધાર માટે તેમને મંગળવારે જીવન સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. 79 વર્ષના પચૌરીની ઓપન હાર્ટ સર્જરી પણ થઈ હતી. 

ટેરીના પૂર્વ પ્રમુખ અને પર્યાવરણવિદ આરકે ડો. આરકે પચૌરીનું નિધન

નવી દિલ્હીઃ ટેરીના પૂર્વ પ્રમુખ આરકે પચૌરીનું ગુરૂવારે નિધન થઈ ગયું છે. તેઓ 79 વર્ષનાહતા. આરકે પચૌરીના નિધનની જાણકારી ટેરીના હાલના ડાયરેક્ટર જનરલ અજય માથુરે આપી છે. પચૌરી લાંબા સમયથી બીમાર હતા. પચૌરીને પાછલા વર્ષે જુલાઈમાં મેક્સિકોમાં હાર્ટ એટેલ આવ્યો હતો, ત્યારબાદ તેમની સ્થિતિ ગંભીર હતી. પોતાની પૂર્વ સહયોગી તરફથી લગાલેવા યૌન શોષણના આરોપ બાદ પચૌરીએ ટેરીના પ્રમુખનું પદ છોડી દીધું હતું. ધ એનર્જી એન્ડ રિસોર્સેસ ઇન્સ્ટીટ્યૂટ (ટેરી) પર્યાવરણ અને ઉર્જાના ક્ષેત્રમાં કામ કરે છે. પચૌરી ઇન્ટરગર્વમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (IPCC)ના 2002થી 2015 સુધી ચેરમેન પણ રહ્યાં હતા. તેમના કાર્યકાળમાં આઈપીસીસીને નોબેલ શાંતિ પુરસ્કાર પણ મળ્યો હતો. 

fallbacks

આરકે પચૌરીને દિલ્હીના એસ્કોર્ટ હાર્ટ ઈન્સ્ટીટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્વાસ્થ્યમાં સુધાર માટે તેમને મંગળવારે જીવન સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. 79 વર્ષના પચૌરીની ઓપન હાર્ટ સર્જરી પણ થઈ હતી. સર્જરી બાદ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પરંતુ તેમનું સ્વાસ્થ્ય વધારે ખરાબ થતું ગયું અને ગુરૂવારે છેલ્લા શ્વાસ લીધા હતા. 

પચૌરીએ ધ એનર્જી એન્ડ રિસોર્સેઝ ઇન્સ્ટીટ્યૂટ (ટીઈઆરઆઈ, ટેરી)માં પોતાનું પદ છોડવું પડ્યું હતું કારણ કે તેમના પર એક પૂર્વ મહિલા સહકર્મીએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. દિલ્હીની એક જિલ્લા કોર્ટે ઓક્ટોબર 2018માં પચૌરી વિરુદ્ધ છેડછાડનો આરોપ લગાવ્યો હતો, પરંતુ પચૌરીએ પોતાની વિરુદ્ધ લગાવવામાં આવેલા તમામ આરોપોનો ઇનકાર કર્યો હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More