હાવડાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Elections) પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની (Smriti Irani) એ હાવડામાં રેલી કરી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. સ્મૃતિ ઇરાનીએ કહ્યુ કે, દીપીને જય શ્રી રામથી વાંધો છે. મમતા બેનર્જીને ઝટકો આપી ભાજપ (BJP) માં સામેલ થયેલા રાજીવ બેનર્જી સહિત 5 ટીએમસી નેતા પણ સ્મૃતિની સાથે રેલીમાં જોવા મળ્યા હતા. હાવડાના ડુમુરજલા સ્ટેડિયમમાં આયોજીત રેલીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Elections) પહેલા આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની (Smriti Irani) એ હાવડામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. સ્મૃતિ ઈરાની પ્રથમવાર બંગાળના પ્રવાસે આવ્યા છે. પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા ભાજપના એક બાદ એક મોટા નેતાઓ રાજ્યનો પ્રવાસ કરી રહ્યાં છે.
#WATCH | During COVID, throughout the country under the PM Garib Kalyan Scheme, 80 crore people got 5kg rice grains & 1kg dal for 8 months. In West Bengal during the Lockdown, TMC only misappropriated(stole) paddy & lentils: BJP leader Smriti Irani at rally in Howrah, West Bengal pic.twitter.com/0AIuH18Cbr
— ANI (@ANI) January 31, 2021
દીદીની ટીએમસી જવાની છે
રેલીને સંબોધિત કરતા સ્મૃતિ ઇરાનીએ મમતા બેનર્જી (Mamata Banerjee) વિરુદ્ધ હુમલો કર્યો હતો. મમતા બેનર્જી પર નિશાન સાધતા ઈરાનીએ કહ્યુ કે, દીપીને જય શ્રીરામના નારાથી વાંધો છે. તેમણે કહ્યું કે, દીદીની ટીએમસી (TMC) જવાની છે. સ્મૃતિ ઇરાનીએ કહ્યું, લોકો એવી પાર્ટીનું ક્યારેય સમર્થન નહીં કરે જે આપસમાં લડતી હોય અને પોતાના ફાયદા માટે કેન્દ્ર સરકારને નફરત કરતી હોય. કોઈપણ દેશભક્ત પાર્ટીમાં એક મિનિટ માટે રહેશે નહીં જેણે જય શ્રીરામના નારાનું અપમાન કર્યું હોય.
આ પણ વાંચોઃ Kisan Andolan: કોઈ આંદોલનને કચડીને શાંત ન કરી શકાયઃ સત્યપાલ મલિક
પાર્ટીમાં એકલા રહી જશે મમતા બેનરજી
તેમણે કહ્યું કે ભાજપમાં ટીએમસી અને કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા મોટી સંખ્યામાં સામેલ થઈ રહ્યા છે. ચૂંટણી આવતા આવતા તો મમતા બેનરજી એકલા રહી જશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ અહીંના ખેડૂતો સાથે દગો કર્યો છે. કેન્દ્ર સરકારની યોજના રોકવાના કારણે પશ્ચિમ બંગાળના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 6000 રૂપિયા મળી શકતા નથી.
ગૃહમંત્રીએ કર્યો ભાજપની જીતનો દાવો
ગૃહમંત્રી અમિત શાહે ( Amit Shah ) કહ્યું કે આવનારી વિધાનસભા ચૂંટણી (Assembly Election 2021) માં ભારતીય જનતા પાર્ટી ( BJP ) ની સરકાર બનશે અને તૃણમૂલ કોંગ્રેસને ઉખાડી ફેંકીશું. 10 વર્ષમાં ટીએમસીએ શું કર્યું? અહીં તાનાશાહી અને તૃષ્ટિકરણ કરાયું. મમતા બેનરજીને પશ્ચિમ બંગાળની જનતા ક્યારેય માફ કરશે નહીં.
આ પણ વાંચોઃ Viral Video: Arvind Kejriwal એ કૃષિ કાયદાને સમર્થન આપ્યું? જાણો શું છે મામલો
અમિત શાહે વધુમાં કહ્યું કે 10 વર્ષ પહેલા પશ્ચિમ બંગાળની જનતા પરિવર્તન ઈચ્છતી હતી. જનતા ઈચ્છતી હતી કે તેમના ઘરમાં વીજળી પહોંચે. પાણી પહોંચે. પરંતુ મમતા બેનરજીની સરકારે આવું કર્યું નહીં. આ બધા વચ્ચે પીએમ મોદીની સરકારે પશ્ચિમ બંગાળની જનતાને ઉજ્જવલા યોજના હેઠળ ફ્રીમાં એલપીજી સિલિન્ડર આપ્યા અને જનધન યોજના હેઠળ ખાતા ખોલ્યા.
અમિત શાહે મમતા બેનરજીને પૂછ્યા આ સવાલ
ગૃહમંત્રીએ મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamata Banerjee) પૂછ્યું કે પશ્ચિમ બંગાળની જનતાએ તમારું શું બગાડ્યું છે? તમે કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય વીમા યોજનાને પશ્ચિમ બંગાળમાં લાગુ થવા નથી દેતા તેના લીધે અહીંના ગરીબ લોકોને 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો મળતો નથી. તમે ગરીબોને મળતા લાભ કેમ રોકી રહ્યા છો?
અમિત શાહે પોતાના સંબોધન દરમિયાન વચન આપ્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપ (BJP) ની સરકાર બનતા જ પહેલી કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન સ્વાસ્થ્ય વીમા યોજનાને લાગુ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળના દરેક રહીશને આ સ્વાસ્થ્ય વીમા યોજનાનો લાભ મળશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે