Home> India
Advertisement
Prev
Next

પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહના વૈશાલીમાં રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર


સોમવારે સાંજે રઘુવંશ પ્રસાદ સિંહના રાજકીય સન્માન સાથે વૈશાલી જિલ્લાના મહનારના હસનપુર ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 
 

 પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહના વૈશાલીમાં રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર

વૈશાલીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વરિષ્ઠ નેતા રઘુવંશ પ્રસાદ સિંહ  (Raghuvansh Prasad Singh) પંચતત્વમાં વિલિન થઈ ગયા. સોમવારે સાંજે રઘુવંશ પ્રસાદ સિંહના રાજકીય સન્માન સાથે વૈશાલી જિલ્લાના મહનારમાં હસનપુર ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રીને અંતિમ વિદાય આપવા માટે અનેક નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યાં હતા. 

fallbacks

આ પહેલા સોમવારના દિવસે રઘુવંશ પ્રસાદ સિંહના પાર્થિવ શરીરને વૈશાલી લાવવામાં આવ્યું હતું. ત્યાં અંતિમ દર્શન માટે લોકોની ભીડ ઉમટી હતી. આ દરમિયાન શોકમાં ડૂબેલા લોકોએ 'જબ તક સૂરજ ચાંદ રહેગા રઘુવંશ સિંહ કા નામ રહેગા'ના નારા લગાવ્યા હતા. 

મહત્વનું છે કે 74 વર્ષીય રઘુવંશ પ્રસાદ સિંહનું રવિવારે દિલ્હીની એમ્સમા નિધન થયું હતું. તેઓ છેલ્લા ઘણા સમયથી ફેફસાની બીમારીનો સામનો કરી રહ્યાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More