Home> India
Advertisement
Prev
Next

Hamid Ansari વિશે થયો નવો ખુલાસો, ખોટું બોલવાનો લાગ્યો આરોપ, પાક પત્રકાર સાથે હતી 'ગાઢ' મિત્રતા

પાકિસ્તાનના પત્રકાર નુસરત મિર્ઝાના ખુલાસા બાદ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી ભારતીય જનતા પાર્ટીના નિશાના પર છે. ભાજપે હામિદ અન્સારી પાસે આ મામલે સ્પષ્ટીકરણ માંગ્યું તો બીજી બાજુ કોંગ્રેસે દાવો ફગાવી દીધો. આ બધા વચ્ચે ઓલ ઈન્ડિયા બાર એસોસિએશનના અધ્યક્ષ ડો. આદિશ અગ્રવાલે કોંગ્રેસ અને હામિદ અન્સારી વિશે નવો ખુલાસો કર્યો છે

Hamid Ansari વિશે થયો નવો ખુલાસો, ખોટું બોલવાનો લાગ્યો આરોપ, પાક પત્રકાર સાથે હતી 'ગાઢ' મિત્રતા

Dr Adish Aggarwala on Hamid Ansari: પાકિસ્તાનના પત્રકાર નુસરત મિર્ઝાના ખુલાસા બાદ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી ભારતીય જનતા પાર્ટીના નિશાના પર છે. ભાજપે હામિદ અન્સારી પાસે આ મામલે સ્પષ્ટીકરણ માંગ્યું તો બીજી બાજુ કોંગ્રેસે દાવો ફગાવી દીધો. આ બધા વચ્ચે ઓલ ઈન્ડિયા બાર એસોસિએશનના અધ્યક્ષ ડો. આદિશ અગ્રવાલે કોંગ્રેસ અને હામિદ અન્સારી વિશે નવો ખુલાસો કર્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ડો. અગ્રવાલે કહ્યું છે કે તેમણે (હામિદ અન્સારી અને કોંગ્રેસ) આતંકવાદ પર એક આંતરરાષ્ટ્રીય સંમેલન વિશે ખુલાસો નહીં કરવાનો નિર્ણય લીધો અને સરકારે આ મામલાની તપાસ શરૂ કરવી જોઈએ કારણ કે તે રાષ્ટ્રીય સુરક્ષા અને જાસૂસી સંબંધિત છે. ડો. અગ્રવાલે હામિદ અન્સારી પર જાણકારી છૂપાવવાનો અને ખોટું બોલવાનો આરોપ  લગાવ્યો છે. 

fallbacks

લગાવ્યા આ આરોપ
ડો. આદિશ અગ્રવાલે એક નિવેદનમાં કહ્યું કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને કોંગ્રેસ નેતા જયરામ રમેશે 11 અને 12 ડિસેમ્બર 2020ના રોજ વિજ્ઞાન ભવનમાં આયોજિત આતંકવાદ અને માનવાધિકારો પર ન્યાયવિદોના આંતરરાષ્ટ્રીય સંમેલનનો ઉલ્લેખ કર્યો હતો, 27 ઓક્ટોબર 2009ના રોજ ઓબેરોય હોટલ નવી દિલ્હીમાં આયોજિત જામા મસ્જિદ યુનાઈટેડ ફોરમ દ્વારા આયોજિત આતંકવાદ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સંમેલનનો નહીં. 

તેમણે કહ્યું કે 2009ના સંમેલનમાં હામિદ અન્સારી દિલ્હી જામા મસ્જિદના શાહી ઈમામ નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા અને અન્ય મુસ્લિમ નેતાઓએ ભાગ લીધો હતો. તેમણે આરોપ લગાવ્યો કે હામિદ અન્સારી અને તેમના મિીત્ર જામા મસ્જિદ યુનાઈટેડ ફોરમના સંમેલનમાં પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝા સાથે મિત્રતા કરી રહ્યા હતા. 

ભાજપે બુધવારે હામિદ અન્સારી અને કોંગ્રેસને પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાના દાવા વિશે મીડિયા રિપોર્ટ્સ પર સ્પષ્ટીકરણ આપવાનું કહ્યું હતું. હામિદ અન્સારી એ કહ્યું હતું કે મીડિયાના કેટલાક વર્ગ અને ભાજપ દ્વારા વ્યક્તિગત રીતે તેમના પર  ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. ડો. અગ્રવાલે કહ્યું કે એવું લાગે છે કે હામિદ અન્સારી અને જયરામ રમેશે સરકારી એજન્સીઓ અને જનતાને ગૂમરાહ કરવા માટે જામા મસ્જિદ યુનાઈટેડ ફોરમના સંમેલન વિશે ખુલાસો નહીં કરવાનો નિર્ણય લીધો. 

તેમણે કહ્યું કે 'હામિદ અન્સારી અને જયરામ રમેશ અને અન્ય કોંગ્રેસી પદાધિકારીઓ દ્વારા અપાયેલા નિવેદન સ્પષ્ટ રીતે વિકૃત, સંપૂર્ણ રીતે અસત્ય અને નિંદનીય છે. આ આશ્ચર્યજનક છે કે દેશના એક પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ગુપ્ત ગતિવિધિઓમાં લિપ્ત થઈ જાય છે અને પછી જનતાને ભટકાવવા માટે વધુ એક અસંબદ્ધ ઘટનાની પાછળ છૂપાવવાની કોશિશ કરે છે. સચ્ચાઈ ઉજાગર  કરવા માટે હું દોહરાઉ છું કે હામિદ અન્સારી અને તેમના મિત્ર જામા મસ્જિદ યુનાઈટેડ ફોરમના સંમેલનમાં નુસરત મિર્ઝા સાથે મિત્રતા કરી રહ્યા હતા.'

ડો. અગ્રવાલે કહ્યું કે સવાલોથી બચવા અને પૂછપરછથી બચવા માટે ન્યાયવિદોના સંમેલનને છૂપાવવા માટે નિવેદન આપ્યા. તેમણે કહ્યું કે હામિદ અન્સારીએ 2010માં આતંકવાદ અને માનવાધિકાર પર ન્યાયવિદોના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લીધો હતો. પરંતુ નુસરત મિર્ઝાને ન તો આમંત્રણ અપાયું હતું કે ન તો તેમણે તેમાં ભાગ લીધો હતો. એટલે સુધી કે નુસરત મિર્ઝાએ પણ પોતાના સાક્ષાત્કારમાં આ સંમેલનનો ઉલ્લેખ કર્યો નથી. 

મિર્ઝાને ન બોલાવવાથી નારાઝ હતા હામિદ અન્સારી
ડો. અગ્રવાલ વધુમાં કહે છે કે જયારે સંમેલન આયોજિત થઈ રહ્યું હતું ત્યારે તેમાં ભાગ લેવા માટેનું નિમંત્રણ હામિદ અન્સારીને ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે મોકલવામાં આવ્યું હતું. અશોક દિવાન કે જેઓ તે સમયે ઉપરાષ્ટ્રપતિના સચિવાલયના નિદેશક તરીકે કાર્યરત હતા તેમણે મને જણાવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ ઈચ્છે છે કે પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાને સંમેલનમાં આમંત્રિત કરવામાં આવે. જો કે અમે ભલામણ સ્વીકારી શક્યા નહીં કારણ કે મિર્ઝા પાકિસ્તાની મીડિયાથી હતા અને અમે પાકિસ્તાનથી જજો કે વકીલોને આમંત્રિત કર્યા નહતા. 

તેમણે વધુમાં કહ્યું કે જ્યારે અશોક દિવાનને ખબર પડી કે અમે ઉપરાષ્ટ્રપતિના આગ્રહ છતાં મિર્ઝાને આમંત્રિત કર્યા નથી તો તેમણે સંમેલનના એક દિવસ પહેલા મને ફોન કર્યો અને નારાજગી વ્યક્ત કરી. તેમણે મને એ પણ જણાવ્યું કે હામિદ અન્સારીને ખોટું લાગ્યું છે કે અને હવે તેઓ ફક્ત વીસ મિનિટ માટે ઉદ્ધાટન સમારોહમાં સામેલ થશે. જોકે તેમણે શરૂઆતમાં એક કલાક માટે કાર્યક્રમમાં સામેલ થવાની સહમતિ આપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More