Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે બિહારમાં અસદુદ્દીન ઓવૈસીને મળ્યો જબરદસ્ત મોટો ઝટકો

મહારાષ્ટ્ર બાદ હવે બિહારમાં રાજકીય ધમાલ મચી છે.

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે બિહારમાં અસદુદ્દીન ઓવૈસીને મળ્યો જબરદસ્ત મોટો ઝટકો

મહારાષ્ટ્ર બાદ હવે બિહારમાં રાજકીય ધમાલ મચી છે. અહીં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ના ચાર વિધાયકો રાષ્ટ્રીય જનતા દળમાં જોડાઈ ગયા. બિહારમાં AIMIM એ ગત વિધાનસભા ચૂંટણીમાં પાંચ સીટો જીતી હતી. તે રીતે તેના 5 વિધાયકો હતા. જેમાંથી 4 સભ્યોએ પાર્ટી છોડી આરજેડીમાં જોડાવવાનું નક્કી કરી લીધું તેને પગલે અસદુદ્દીન ઓવૈસીને મોટો ઝટકો લાગ્યો છે. 

fallbacks

AIMIM ની ટિકિટથી અમૌર બેઠકથી અખ્તરુલ ઈમાન, બાયસી બેઠકથી સૈયદ રુકનુદ્દીન અહેમદ, જોકીહાટથી શાહનવાઝ આલમ અને કોચાધામનથી મોહમ્મદ ઈઝહાર અસફી, તથા બહાદુરગંજથી મોહમ્મદ અંજાર નઈમી વિધાનસભામાં પહોંચ્યા હતા. જેમાંથી ચાર ધારાસભ્યો શાહનવાઝ, મોહમ્મદ અંજાર નઈમી, મોહમ્મદ ઈઝહાર અસફી, અને સૈયદ રુકનુદ્દીન અહેમદ  આરજેડીમાં સામેલ થયા. ચાર વિધાયકો આરજેડીમાં આવતા હવે આરજેડી બિહારની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. 

આરજેડી નેતા તેજસ્વી યાદવે પટણામાં કહ્યું કે AIMIM ના પાંચમાંથી ચાર વિધાયકો અમારી પાર્ટીમાં જોડાઈ ગયા. અમે તેમનું સ્વાગત કરીએ છીએ. હવે બિહાર વિધાનસભામાં અમારી પાર્ટી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. 

અત્રે જણાવવાનું કે ગત વિધાનસભા ચૂંટણીમાં આરજેડી સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી હતી. આરજેડીના 75 ધારાસભ્યો ચૂંટાયા હતા. જ્યારે ભાજપના 74 હતા. આ ચૂંટણીમાં વીઆઈપીની ટિકિટ પર ચાર ઉમેદવારો જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. જેમાંથી એકનું નિધન થયું. આવામાં ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા. જેનાથી ભાજપનો આંકડો 77 પર પહોંચી ગયો હતો. 

આ બાજુ આરજેડીની વાત કરીએ તો 2020માં 75 વિધાયક જીત્યા હતા. જ્યારે 2022માં થયેલી પેટાચૂંટણીમાં એક સીટ આરજેડીના ખાતે ગઈ આથી આંકડો 76 પર પહોંચી ગયો. હવે ઓવૈસીની પાર્ટીના ચાર વિધાયકો આરજેડીમાં સામેલ થતા હવે આંકડો 80 પર પહોંચી જશે અને હવે તે પ્રદેશની સૌથી મોટી પાર્ટી પણ બની જશે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More