Home> India
Advertisement
Prev
Next

Republic Day પહેલાં કાશ્મીરમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, ચાર લોકોને સામાન્ય ઈજા

ગણતંત્ર દિવસ પહેલાં આતંકીઓ તરફથી કાશ્મીરમાં આતંક મચાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. આતંકીઓએ સુરક્ષાકર્મીઓ પર ગ્રેનેડ હુમલો કર્યો જેમાં ચાર લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. 

Republic Day પહેલાં કાશ્મીરમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, ચાર લોકોને સામાન્ય ઈજા

શ્રીનગરઃ Grenade Attacks In Jammu kashmir: ગણતંત્ર દિવસ (Republic Day) ના એક દિવસ પહેલાં મંગળવારે આતંકીઓએ જમ્મુ-કાશ્મીર (Jammu kashmir) માં હરિ સિંહ હાઈ સ્ટ્રીટ વિસ્તારમાં ગ્રેનેડ ફેંક્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ગ્રેનેડ હુમલામાં ચાર લોકોને ઈજા પહોંચી છે. તેમણે કહ્યું કે, બપોર બાદ આશરે 3.30 કલાકે આતંકીઓએ સુરક્ષાકર્મીઓના એક દળ પર ગ્રેનેડ ફેંક્યુ, જે રસ્તા કિનારે ફાટી ગયું હતું. ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારની ઘેરાબંધી કરી આતંકીઓની શોધખોળ શરૂ કરી છે. 

fallbacks

જવાનોનો પ્રયાસ છે કે જલદી આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવે છે. પરંતુ આ સંબંધમાં તે જાણકારી સામે આવી નથી કે કેટલા આતંકીઓએ મળીને આ ઘટનાને અંજામ આપ્યો અને આતંકી કઈ તરફ ભગ્યા છે. મહત્વનું છે કે ગણતંત્ર દિવસને જોતા જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. 

ગ્રેનેડ હુમલો જ્યાં થયો ત્યાં આસપાસમાં આવેલી દુકાનોના કાંચ તૂટી ગયા હતા. હુમલો થતા લોકો ભાગવા લાગ્યા હતા. ઘટના સ્થળ પર પહોંચીને પોલીસે સ્થિતિને કાબુમાં લીધી હતી. 

મહત્વનું છે કે પોલીસ તરફથી પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. જવાનોનો પ્રયાસ છે કે જમ્મુ-કાશ્મીરમાં ગણતંત્ર દિવસના અવસર પર કોઈ પણ અપ્રિય ઘટનાને રોકવામાં આવે કે સમય રહેતા કાબુ મેળવી લેવામાં આવે. આ માટે પોલીસના ગુપ્તચર અધિકારીઓ પણ પોતાના કામમાં લાગેલા છે. 

આ પણ વાંચોઃ ગણતંત્ર દિવસ પહેલા વીરતા પુરસ્કારોની જાહેરાત, નીરજ ચોપડાને મળશે પરમ વિશિષ્ટ સેવા મેડલ

બીજીતરફ દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડને જોતા શહેરની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. પોલીસ ચારે તરફ નજર રાખી રહી છે. કોઈપણ અપ્રિય ઘટનાને રોકવા માટે પોલીસ કારની પણ તપાસ કરી રહી છે. રસ્તા પર બેરિકેટિંગ લગાવીને પોલીસ ચેકિંગ અભિયાન ચલાવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More