Home> India
Advertisement
Prev
Next

બજરંગ દળના કાર્યકર્તાની હત્યાઃ ગુસ્સે થયેલા લોકોએ વાહનોમાં આગ લગાવી, વિરોધમાં પ્રદર્શન, જાણો અત્યાર સુધી શું-શું થયું

કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લામાં બજરંગ દળના 23 વર્ષીય કાર્યકર્તા હર્ષાના મોત પર વિરોધ પ્રદર્શને સોમવારે હિંસક રૂપ લઈ લીધુ છે. પ્રદર્શનકારીઓએ પથ્થરમારો શરૂ કરી દીધો, હથિયારોનો ઉપયોગ કર્યો અને વાહનોને આગને હવાલે કરી દીધા હતા.

બજરંગ દળના કાર્યકર્તાની હત્યાઃ ગુસ્સે થયેલા લોકોએ વાહનોમાં આગ લગાવી, વિરોધમાં પ્રદર્શન, જાણો અત્યાર સુધી શું-શું થયું

બેંગલુરૂઃ વિશ્વ હિન્દુ પરિષદની યુવા શાખા બજરંગ દળના એક કાર્યકર્તાની હત્યાને લઈને કર્ણાટકના શિમોગ્ગા શહેરમાં ભારે તણાવ ફેલાયો છે. આ વચ્ચે શહેરમાં વાહનોને આગ લગાવવામાં આવી અને ઘણી જગ્યાએ પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે. 

fallbacks

કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લામાં બજરંગ દળના 23 વર્ષીય કાર્યકર્તા હર્ષાના મોત પર વિરોધ પ્રદર્શને સોમવારે હિંસક રૂપ લઈ લીધુ છે. પ્રદર્શનકારીઓએ પથ્થરમારો શરૂ કરી દીધો, હથિયારોનો ઉપયોગ કર્યો અને વાહનોને આગને હવાલે કરી દીધા હતા. પોલીસે ટોળાને કાબુમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. 

બજરંગ દળના કાર્યકર્તાની હત્યા બાદ સ્થિતિ ખરાબ
બજરંગ દળના એક 23 વર્ષીય કાર્યકર્તાની રવિવારે મોડી રાત્રે હત્યા બાદ રાજ્યમાં તણાવનો માહોલ છે. કર્ણાટકના શિવમોગ્ગામાં તણાવ વચ્ચે શિક્ષણ સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. આ સિવાય અધિકારીઓએ વધારાના પોલીસ જવાનોને તૈનાત કર્યા છે. ચારથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દરજીનું કામ કરનાર બજરંગ દળના કાર્યકર્તા હર્ષાની રવિવારે રાત્રે અજાણ્યા લોકોએ ચાકુ મારી હત્યા કરી દીધી હતી. પોલીસે કહ્યુ કે, હર્ષા પર હુમલો કરતા પહેલાં હુમલો કરનારે એક કારથી તેનો પીછો કર્યો હતો. હુમલા બાદ તેનો હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું નિધન થયું હતું. હત્યા બાદ ગુસ્સે થયેલી ભીડે વાહનોમાં આગ લગાવી દીધી હતી. 

કર્ણાટકમાં ફેલાયેલી હિંસામાં અત્યાર સુધી શું-શું થયું?
1.  રવિવારની રાત્રે, 20 ફેબ્રુઆરીએ, કર્ણાટકના શિવમોગ્ગામાં બજરંગ દળના કાર્યકર હર્ષાની રાત્રે 9.30 વાગ્યે ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. ચાલી રહેલી અશાંતિના કારણે આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી.

2. હત્યા બાદ શિવમોગ્ગામાં આગચાંપી અને પથ્થરમારાની કેટલીક ઘટનાઓ ઘટી. ઘરો અને ઓફિસો પર બાઇકોને આગ લગાવી દેવામાં આવી. 

3. કર્ણાટકના મંત્રી ઈશ્વરપ્પાએ આરોપ લગાવ્યો કે હત્યામાં મુસ્લિમ ગુંડા સામેલ ગતા અને કોંગ્રેસના ડીકે શિવકુમાર પર મુસ્લિમ ગુંડાને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો. 

4. કતર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે ઈશ્વરપ્પાના આરોપોને નકારી દીધા. તેમણે કહ્યું કે, કેસ દાખલ કરવો જોઈએ અને તેમને સસ્પેન્ડ કરવા જોઈએ. તેણમે દેશ અને રાષ્ટ્રીય ધ્વજને શર્મસાર કર્યો છે. 

5. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ગૃહ મંત્રી અરગા જ્ઞાનેન્દ્રના રાજીનામાની માંગ કરી અને ટ્વીટ કરી બજરંગ દળના કાર્યકર્તાની હત્યા કરનારને ફાંસી આપવાની માંગ કરી. 

6. ગૃહમંત્રીએ કહ્યુ કે, કર્ણાટક પોલીસે શિવમોગ્ગાના ત્રણ સ્થાનીક લોકોની ધરપકડ કરી છે. સ્થાનીક પોલીસની મદદ માટે રાજ્યભરથી ઓછામાં ઓછા 212 ઈન્સ્પેક્ટર અને સબ ઈન્સ્પેક્ટર શિમોગા પહોંચ્યા છે. 

આ પણ વાંચોઃ Hijab controversy: હિજાબ જરૂરી ધાર્મિક પ્રથા નહીં, જાણો હાઈકોર્ટેમાં રાજ્ય સરકાર શું આપી દલીલો

રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ શું કહ્યું?
સીએમ બસવરાજ બોમાઈએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, તપાસ ચાલુ છે અને જવાબદારોની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે," પોલીસ અધિકારીઓને કાયદો અને વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી છે અને હું લોકોને શાંત રહેવા વિનંતી કરું છું.

કર્ણાટકના ગૃહ મંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ પીડિતના પરિવાર સાથે વાત કરવા માટે મુલાકાત કરતા કહ્યું કે તેનો હાલના હિજાબ વિવાદ સાથે કોઈ સંબંધ નથી. "પરંતુ કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા અમારે વધુ તપાસની રાહ જોવી પડશે," 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More