Home> India
Advertisement
Prev
Next

IFCI Cheating Case: સરકારી કંપની IFCI સાથે 22 કરોડની છેતરપિંડીના મામલામાં મેહુલ ચોકસી પર સીબીઆઈએ દાખલ કરી FIR

Mehul Choksi Case:  ભાગેડૂ કારોબારી મેહુલ ચોકલી અને તેની ગીતાંજલિ જેમ્સ વિરુદ્ધ સીબીઆઈએ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. આ કેસ 30 એપ્રિલે દાખલ કરવામાં આવ્યો હતો.

IFCI Cheating Case: સરકારી કંપની IFCI સાથે 22 કરોડની છેતરપિંડીના મામલામાં મેહુલ ચોકસી પર સીબીઆઈએ દાખલ કરી FIR

નવી દિલ્હીઃ ભાગેડૂ કારોબારી મેહુલ ચોકલી અને તેની ગીતાંજલિ જેમ્સ વિરુદ્ધ સીબીઆઈએ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. આ કેસ 30 એપ્રિલે દાખલ કરવામાં આવ્યો હતો. 2014-18 વચ્ચે સરકારી કંપની ઈન્ડસ્ટ્રિયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડથી 22 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા માટે નવો કેસ દાખલ કરવામાં આવ્યો છે. સીબીઆઈ મેહુલ ચોકસી અને તેના સહયોગીઓ પર પણ દરોડા પાડી રહી છે. 

fallbacks

સીબીઆઈ તરફથી એફઆઈઆર પ્રમાણે આઈએફસીઆઈ લિમિટેડ, જીજીએલ અને ચોકસીના પ્રતિનિધિત્વ, આશ્વાસન અને ઉપક્રમો પર નિર્ભર હતું. આ સિવાય ગિરવે રાખેલા ઘરેણાની કિંમતનું મૂલ્યાંકન, સૂરજમળ લલ્લૂ ભાઈ એન્ડ કંપની, નરેન્દ્ર ઝાવેરી, પ્રદીપ શાહ અને શ્રેનિક શાહ જેવા મૂલ્યાંકનકર્તાઓએ કર્યું હતું. આ આરોપ લગાવવામાં આવ્યો કે શેરને ગિરવે, હીરા અને સોનાના આભૂષણોને ગિરવે રાખી તેના પર બે ગણા સિક્યોરિટી કવરના આધાર પર લોન વિતરિત કરવામાં આવી હતી, જેની મૂલ્યાંકન નામાંકિત મૂલ્યાંકનકર્તાઓએ કર્યું હતું. આ બધાનું નામ આરોપી તરીકે એફઆઈઆરમાં દાખલ કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ India Covid Update: દેશમાં કોરોનાની ચોથી લહેર? દેશમાં બે મહિના બાદ સંક્રમણ દર 1 ટકાને પાર

સીબીઆઈએ કહ્યું કે, ચોકસીની કંપનીએ લોનના હપ્તાની ચુકવણીમાં ચુક કરી અને પૈસાની વસૂલી માટે આઈએફસીઆઈ લિમિટેડે લોનને મંજૂર કરી અને ગિરવે રાખેલા 20,60,054 શેરોમાંથી 4.07 કરોડના મૂલ્યના માત્ર 6,48822 શેર વેચી શક્યો કારણ કે ચોકસીના ક્લાઈન્ટ આઈડી નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે સપ્સેન્ડ કરી દીધા હતા. 

સિક્યોરિટીઝને રિલીઝ કરવા માટે આઈએફસીઆઈએ બે મૂલ્યાંકનકર્તાઓની નિમણૂક કરી, જેણે ગિરવે રાખેલા ઘરેણાની નવી કિંમત જાહેર કરી હતી. તાજા કિંમતોમાં ગેરવે રાખેલા ઘરેણાની કિંમતમાં ત્રણ વર્ષમાં 98 ટકાનો ઘટાડો જોવા મળ્યો. એફઆઈઆરમાં સીબીઆઈએ કહ્યું, તે જાણવા મળ્યું કે હીરા ઓછી ક્વોલિટીના હતા. તેને લેબમાં કેમિકલ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. તે ખોટા હતા. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More