Home> India
Advertisement
Prev
Next

Viral Video: પેરાગ્લાઇડિંગ સમયે પતિ પર ગુસ્સે થઈ મહિલા, કહ્યું- મારા લગ્ન કેમ કરાવ્યા ભગવાન, જુઓ વીડિયો

Viral Video: વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલા પેરાગ્લાઇડિંગ કરતા આકાશમાં ઉડી રહી છે. આ દરમિયાન તે સેલ્ફી સ્ટિકથી વીડિયો પણ રેકોર્ડ કરતી જોવા મળી રહી છે. પેરાગ્લાઇડિંગ કરતા મહિલાને અચાનક ડર લાગે છે.
 

Viral Video: પેરાગ્લાઇડિંગ સમયે પતિ પર ગુસ્સે થઈ મહિલા, કહ્યું- મારા લગ્ન કેમ કરાવ્યા ભગવાન, જુઓ વીડિયો

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર (Social Media) દરરોજ કોઈને કોઈ વસ્તુ વાયરલ થતી રહે છે. થોડા દિવસ પહેલા એક વ્યક્તિનો પેરાગ્લાઇડિંગ કરતો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે પેરાગ્લાઇડિંગ કરાવી રહેલ ગાઇડને કહી રહ્યો હતો કે ભાઈ લેન્ડ કરાવી દે. આવો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા પેરાગ્લાઇડિંગ કરાવી રહેલ ગાઇડને કહે છે કે ભાઈ મને ખુબ ડર લાગી રહ્યો છે, મને ઉતારી દો. એટલું જ નહીં તે મહિલા પોતાના લગ્ન અને પતિ વિશે પણ ગુસ્સામાં બોલે છે. 

fallbacks

પેરાગ્લાઇડિંગ કરતા સમયે લાગે છે મહિલાને ડર
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલા પેરાગ્લાઇડિંગ કરતા આકાશમાં ઉડી રહી છે. આ દરમિયાન તે સેલ્ફી સ્ટિકથી વીડિયો પણ રેકોર્ડ કરતી જોવા મળી રહી છે. પેરાગ્લાઇડિંગ કરતા મહિલાને અચાનક ડર લાગે છે. પેરાગ્લાઇડિંગ શરૂ થતાં તે રાડો પાડવા લાહે છે અને કહે છે પ્લીઝ મને ઉતારી દો, આ દરમિયાન મહિલાની સાથે હાજર હાઇડ તેનો જુસ્સો વધારવાનો પ્રયાસ કરે છે, પરંતુ મહિલા કહે છે મને ઉતારી દો. 

અહીં જુઓ વીડિયો

આકાશમાં પતિ પર ગુસ્સે થવા લાગી મહિલા
આ દરમિયાન સ્પષ્ટ જોવા મળે છે કે પેરાગ્લાઇડિંગ કરવાનો મહિલાનો કોઈ ઈરાદો નહોતોસ પરંતુ તે પતિના કહેવા પર તૈયાર થાય છે. આ મહિલા ઉંચાઈ અને પેરાગ્લાઇડિંગથી ડરતી જોવા મળી રહી છે. જ્યારે પેરાગ્લાઈડિંગ કરતા તે વધુ ઉપર ઉઠે છે તો રાડો પાડવા લાગે છે. તે ગાઇડને કહે છે કે ભાઈ મને ડર લાગી રહ્યો છે. મારા હાથમાં દુખાવો થઈ રહ્યો છે. ત્યારબાદ મહિલા પોતાના પતિ પર ગુસ્સો કરે છે કહે છે, મને બચાવી લો. મારો પતિ ખરાબ છે. મારો પતિ મને પેરાગ્લાઇડિંગમાં ધક્કો મારે છે. મને ડર લાગે છે ભગવાન મને અબીં કેમ મોકલી, મારા લગ્ન કેમ કરાવ્યા ભગવાન. 

આ પણ વાંચોઃ મુંબઈમાં ઈન્ડિયન નેવીના યુદ્ધ જહાજ INS રણવીર પર બ્લાસ્ટ, ત્રણ નેવી જવાન શહીદ  

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
મહિલાનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને ખુબ પસંદ કરી રહ્યાં છે. આ સિવાય યૂઝર્સ તેને શેર કરી રહ્યાં છે. ઇન્ટરનેટ યૂઝર્વ વીડિયો પર ફની કોમેન્ટ કરી રહ્યાં છે. તો કેટલાક લોકો મહિલાની બહાદુરીને પણ સલામ કરી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More