Home> India
Advertisement
Prev
Next

G20: ઈન્ડોનેશિયામાં 45 કલાકમાં 20 કાર્યક્રમોમાં સામેલ થશે PM મોદી, પ્રવાસી ભારતીયોને પણ મળશે

G20 Summit 2022 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે ઈન્ડોનેશિયા માટે રવાના થશે. આ દરમિયાન તેઓ ત્રણ મુખ્ય સત્રમાં સામેલ થશે. પીએમ મોદી 45 કલાક બાલીમાં રહેશે. આ દરમિયાન તેઓ 20 કાર્યક્રમોમાં સામેલ થશે. 

G20: ઈન્ડોનેશિયામાં 45 કલાકમાં 20 કાર્યક્રમોમાં સામેલ થશે PM મોદી, પ્રવાસી ભારતીયોને પણ મળશે

નવી દિલ્હીઃ G20 Summit 2022: સત્તાવાર સૂત્રોએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ઈન્ડોનેશિયાના બાલીમાં પોતાના લગભગ 45 કલાકના પ્રવાસ દરમિયાન લગભગ 20 કાર્યક્રમ આયોજીત કરશે, જ્યાં તેઓ જી20 શિખર સંમેલનમાં ભાગ લેશે. 

fallbacks

સોમવારે ઈન્ડોનેશિયામાં રવાના થશે પીએમ મોદી
સૂત્રોએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે ઈન્ડોનેશિયાના બાલી શહેર માટે રવાના થશે, તેઓ લગભગ 10 વિશ્વ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને ઈન્ડોનેશિયામાં ભારતીય પ્રવાસીઓ સાથે જોડાવા માટે એક સામુદાયિક કાર્યક્રમમાં પણ સામેલ થશે. એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે પ્રધાનમંત્રીનો બાલીનો વ્યસ્ત અને ફળદાયી પ્રવાસ હશે. 

ત્રણ મુખ્ય સત્રોમાં ભાગ લેશે પીએમ મોદી
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું કે પીએમ મોદી જી-20 શિખર સંમેલનમાં ત્રણ મુખ્ય સત્રો ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, ડિજિટલમાં ભાગ લેશે. એક મીડિયા બ્રીફિંગમાં ક્વાત્રાએ કહ્યુ કે મોદી અને અન્ય નેતા વૈશ્વિક અર્થવ્યવસ્થા, ઉર્જા, પર્યાવરણ, ડિજિટલ પરિવર્તન વગેરે સંબંધિત મુદ્દા પર ચર્ચા કરશે. 

આ પણ વાંચોઃ ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર બ્લાસ્ટ, 13 દિવસ પહેલા PM મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન

આ નેતાઓ જી20માં થશે સામેલ
શિખર સંમેલનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનક, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રોં, જર્મન ચાન્સલર ઓલાફ સ્કોલ્ઝ અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના સામેલ થવાની આશા છે. 

એક ડિસેમ્બરથી જી20ની અધ્યક્ષતા કરશે ભારત
ભારત એક ડિસેમ્બરથી G20 ની અધ્યક્ષતા કરશે. તેઓ ઈન્ડોનેશિયાથી અધ્યક્ષતા ગ્રહણ કરશે. જી20 વિશ્વની મુખ્ય વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓનો એક અંતર સરકારી મંચ છે. આ સમૂહમાં ભારત અને ઈન્ડોનેશિયા સિવાય આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, જર્મની, ફ્રાન્સ, ચીન, ઇટાલી, જાપાન, કોરિયા ગણરાજ્ય, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, યુકે, તુર્કી, અમેરિકા અને યુરોપીય સંઘ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More