Home> India
Advertisement
Prev
Next

UP: ગગન કેવી રીતે બની ગયો મુસ્લિમ? ઘરના મંદિર તોડ્યા અને માતાને કહ્યું-તમે પણ અપનાવો ઈસ્લામ

ધર્મ પરિવર્તનના અધર્મનું સત્ય ઉત્તર પ્રદેશમાં ઉજાગર થયું છે. એક મોટા રેકેટનો ખુલાસો થયો છે. લોકોને કેવી રીતે ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે તેનો આખો ખેલ સમજવા જેવો છે. ગગન નામનો એક વ્યક્તિ મુસ્લિમ કેવી રીતે બની ગયો તે ખાસ જાણો. 

UP: ગગન કેવી રીતે બની ગયો મુસ્લિમ? ઘરના મંદિર તોડ્યા અને માતાને કહ્યું-તમે પણ અપનાવો ઈસ્લામ

નવી દિલ્હી: ધર્મ પરિવર્તનના અધર્મનું સત્ય ઉત્તર પ્રદેશમાં ઉજાગર થયું છે. એક મોટા રેકેટનો ખુલાસો થયો છે. લોકોને કેવી રીતે ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે તેનો આખો ખેલ સમજવા જેવો છે. ગગન નામનો એક વ્યક્તિ મુસ્લિમ કેવી રીતે બની ગયો તે ખાસ જાણો. 

fallbacks

EXCLUSIVE ખુલાસો
એક્સક્લુઝિવ ખુલાસા મુજબ ગગને પોતાના ઘરના મંદિર તોડી નાખ્યા અને માતાને પણ કહ્યું કે તું મુસ્લિમ બની જા. ગગનની માતા અને નાના ભાઈએ ઝી હિન્દુસ્તાન સાથે વાતચીતમાં જણાવ્યું કે ગગન પોતાના પરિવારને પણ મુસ્લિમ ધર્મ અપનાવવાનું કહેતો હતો અને તેણે એક પુસ્તક પણ માતાને આપ્યું હતું અને કહ્યું હતું કે આ પુસ્તક વાંચશો તો ખબર પડશે કે હિન્દુ ધર્મ કરતા ઈસ્લામ ધર્મ કેટલો સારો છે. 

ગગનના નાના ભાઈએ જણાવ્યું કે તે પેજ પર કેટલાક શહેરોના નામ લખતો હતો જેમ કે રોહતક, હિસાર, ભિવાની...પરિવારનું એ પણ કહેવું છે કે ગગન સતત લોકો સાથે વીડિયો કોલ દ્વારા સંપર્કમાં હતો અને જ્યારે પણ માતા અને નાનો ભાઈ ફોનની પાસે આવે તો ફોન છૂપાવી દેતો હતો. 

ગગનો પરિવાર નોંધાવશે એફઆઈઆર
ધર્મ પરિવર્તન મામલે ગગનનો પરિવાર FIR નોંધાવશે. બદરપુર પોલીસ મથકમાં આ ફરિયાદ દાખલ કરાશે. ગગનના પરિવારને સુરક્ષાનો ડર સતાવી રહ્યો છે. ગગનની માતાનું કહેવું છે કે જે જેહાદીઓની સાથે તે રહે છે તેનાથી જીવનું જોખમ છે. જે મંદિર તોડી શકે તે ગમે તે કરી શકે. આવામાં સુરક્ષાને લઈને તેઓ FIR નોંધાવશે. આ ખબર બાદ દિલ્હી પોલીસ ગગનના ઘરે પહોંચી.

fallbacks

આમ આદમી પાર્ટીએ રાજકીય રોટલા શેકવાના શરૂ કર્યા
યુપીમાં ધર્મ પરિવર્તનના ખુલાસા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને રાજકીય રોટલા શેકવાના શરૂ કરી દીધા છે. અમાનતુલ્લાહ ખાને ધરપકડ કરાયેલા ઉમર ગૌતમ અને જહાંગીરનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે ધર્મ પરિવર્તન બંધારણીય અધિકાર છે. ભાજપ યુપી સહિત દેશનો માહોલ બગાડવા માંગે છે. યોગી સરકાર દલિતો, મુસ્લિમો પર અત્યાચાર કરી રહી છે. 

ધર્મ પરિવર્તન વિરુદ્ધ યોગીના ચાબખા
અત્રે જણાવવાનું કે ઉમર ગૌતમે કાયદાના દાયરામાં ધર્મ પરિવર્તન કરાવ્યું. ધર્મ પરિવર્તનની સૌથી મોટી ફેક્ટરી પર મોટા ખુલાસા બાદ હવે સીએમ યોગી આદિત્યનાથે મોટું એક્શન લીધુ છે. તેમણે તપાસ એજન્સીઓને ધર્માંતરણ મામલાના મૂળિયા સુધી જઈને સંડોવાયેલા લોકો વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ લગાવવાનો આદેશ આપ્યો છે. તેમના વિરુદ્ધ NSA હેઠળ કાર્યવાહીના પણ આદેશ આપ્યા છે. 

ધર્મ જેહાદના આ ધંધા પર હવે યોગી સરકારનો સકંજો બરાબર કસાયો છે. હવે ATS એક્શનમાં છે તો NSA હેઠળ કાર્યવાહી પણ નિશ્ચિત કરાઈ રહી છે. એકબાજુ સાઈબર ટીમને ઈન્વોલ્વ કરાઈ છે તો યુપી પોલીસ પણ જદ્દોજહેમતમાં છે. પરંતુ આ બધા વચ્ચે સનાતન વિરુદ્ધ આટલું મોટું ષડયંત્ર અને ડેમોગ્રાફી બદલી દેશ વિરુદ્ધ આટલું મોટું ષડયંત્ર આખરે કેટલાક રાજકીય રોટલા શેકીને પેટ ભરનારા લોકોને દેખાતા કેમ નથી અને ઉલ્ટું તેઓ કાર્યવાહી ઉપર જ સવાલ ઉઠાવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More