Home> India
Advertisement
Prev
Next

Gameover: Zee News પર સૌથી મોટો ખુલાસો, ગુપ્ત કેમેરા વડે ઉઘાડા પડ્યા BCCI ના રાજ

Gameover: આ ખુલાસો તે વ્યક્તિએ કર્યો છે જે આજની તારીખમાં એટલો પાવરફૂલ છે કે તે પોતાના મનપસંદ સ્ટારનું કેરિયર પણ બનાવી શકે છે અને બગાડી પણ શકે છે. આ કોઇ બીજું નહી... દુનિયાના સૌથી અમીર ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇની પસંદગી સમિતિના ચેરમેન ચેતન શર્મા છે. 

Gameover: Zee News પર સૌથી મોટો ખુલાસો, ગુપ્ત કેમેરા વડે ઉઘાડા પડ્યા BCCI ના રાજ

Zee News Sting Operation: ZEE NEWS એ એક ખુલાસો કર્યો છે કે જેને જોઇને તમે આશ્વર્ય પામશો. આ ખુલાસો તે વ્યક્તિએ કર્યો છે જે આજની તારીખમાં પાવર છે તે પોતાના મનપસંદ સ્ટારનું કેરિયર પણ બનાવી શકે છે અને બગાડી પણ શકે છે. આ કોઇ બીજું નહી... દુનિયાના સૌથી અમીર ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇની પસંદગી સમિતિના ચેરમેન ચેતન શર્મા છે. ચેતન શર્માએ ZEE મીડિયાના ગુપ્ત કેમેરા પર એવી ગુપ્ત વાતો કહી જે અત્યાર સુધી બીસીસીઆઇની બિલ્ડીંગમાં દબાયેલી રહેતી હતી. 

fallbacks

ચેતન શર્માએ જણાવ્યું કે કેવી રીતે ટીમ ઈન્ડિયામાં નકલી ફિટનેસના ઈન્જેક્શનની રમત રમાઈ રહી છે. સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી વચ્ચેના ઝઘડાનું સાચું કારણ...જેનાથી દુનિયા હજુ અજાણ છે...ચેતન શર્માએ આજે ​​અંદરની વાત કહી. ટીમ ઈન્ડિયામાં તમારા મનપસંદ ખેલાડીઓને ડ્રોપ કરવાની સ્ક્રિપ્ટ કોણ લખે છે? અને બીસીસીઆઈથી માંડીને ટીમ ઈન્ડિયા સુધી... એવા લોકો કોણ છે જેમના વિશે ચેતન શર્મા દાવો કરે છે કે તે ઘણાને ડૂબાડી દેશે?

ભારતીય ક્રિકેટમાં 21મી સદીના સૌથી મોટા વિવાદનું સૌથી મહત્વપૂર્ણ પાત્ર ZEE NEWS પર છે. વિશ્વના સૌથી અમીર ક્રિકેટ બોર્ડ BCCIની સિલેક્શન કમિટીના અધ્યક્ષ ચેતન શર્માએ ઝી મીડિયાના સિક્રેટ કેમેરામાં એવા ઘણા ખુલાસા કર્યા છે, જેના પછી માત્ર BCCIમાં જ નહીં પરંતુ સૌથી મોટી સંસ્થા ICCમાં પણ હડકંપ મચી જવાનું નક્કી છે. 

એવા ખુલાસા જે ટીમ ઈન્ડિયાના મોટા મોટા ખેલાડીઓનો પર્દાફાશ કરી દેશે. આ ખુલાસો જોયા પછી કરોડો ક્રિકેટપ્રેમીઓને છેતરાયાનો અહેસાસ થશે. તમને લાગશે કે જે ક્રિકેટ…જે ટીમ ઈન્ડિયાને…જે ખેલાડીઓને તમે ખૂબ પ્રેમ કરો છો…જેને તમે આંખો પર બેસાડીને રાખો છે એ ખેલાડીઓ સ્વાર્થ માટે તમારી સાથે છેતરપિંડી કરી રહ્યાં છે.

- પહેલાવાર તમને ખબર પડશે કે ટીમ ઈન્ડિયામાં ફિટનેસ મેળવવા માટે કેવી રીતે રમાઈ રહી છે ઈન્જેક્શનની રમત
- પહેલીવાર દુનિયાની સામે સત્ય આવશે કે BCCI મોટા સ્ટાર ખેલાડીઓની ફિટનેસ પર કેમ જાણી જોઈને બની રહે છે અજાણ 
- આજે પહેલીવાર તમને ખબર પડશે કે સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી વચ્ચેની બોર્ડ vs કેપ્ટનની લડાઈમાં કોણ ખોટું બોલતું હતું?
- પ્રથમ વખત, તમને એ પણ જાણવા મળશે કે તમારા મનપસંદ ક્રિકેટરો જેમ કે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા મુખ્ય પસંદગીકારને કેવી રીતે ખુશ કરે છે અને પ્રથમ વખત, તમને સમજાશે કે કેવી રીતે બ્રેકના નામે એટલે આરામના નામે મોટા ખેલાડીઓને ટીમમાં હટાવી દેવા તૈયાર કરાય છે પ્લાન. 

ટીમ ઈન્ડિયામાં ઈન્જેક્શન લઈને ખેલાડીઓ કેવી રીતે ખોટી ફિટનેસનો ખેલ કરી રહ્યાં છે અને ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર બધુ જાણતા હોવા છતાં આ ગુનાને કેમ રોકી શકતા નથી... આ ક્રિકેટની દુનિયામાં ટીવી ઈતિહાસનો સૌથી મોટો ખુલાસો છે. આ સત્ય પણ પહેલીવાર બીસીસીઆઈના કબાટમાંથી બહાર આવ્યું છે. બીસીસીઆઈ પસંદગી સમિતિના અધ્યક્ષે ઝી મીડિયાના છુપાયેલા કેમેરા પર ખુલાસો કર્યો છે કે તે વિવાદમાં કોણ સાચું હતું... અને કોણ ખોટું બોલી રહ્યું હતું.

આ પણ વાંચો: ભારતમાં મોટા પરિવાર માટે 7 સીટર કાર ખરીદનારાઓની આ 10 કાર છે ફેવરિટ
આ પણ વાંચો: ફ્લેટની ચાવી આપી દીધા બાદ પણ બિલ્ડરના કામ અધૂરા હોય તો? SC એ આપ્યો મોટો ચૂકાદો
આ પણ વાંચો: સુલતાનોને ખુશ કરવા પતંગિયા જેવી પરીઓ રહેતી તૈયાર, ઇચ્છે તેની રાત વિતાવે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More