Home> India
Advertisement
Prev
Next

VIDEO : કોંગ્રેસના ટોચના નેતાની ગજબની ગાંધી પરિવાર ભક્તિ, આપ્યું મોટું નિવેદન 

કોંગ્રેસના ટોચના નેતા પીસી ચાકોએ ગાંધી પરિવારને દેશનો પ્રથમ પરિવાર ગણાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કરતા કહ્યું છે કે પીએમ દેશના પહેલા પરિવાર માટે નકારાત્મક અભિગમ ધરાવે છે. હકીકતમાં ભારત ગાંધી પરિવારનું આભારી છે.

VIDEO : કોંગ્રેસના ટોચના નેતાની ગજબની ગાંધી પરિવાર ભક્તિ, આપ્યું મોટું નિવેદન 

નવી દિલ્હી : કોંગ્રેસના ટોચના નેતા પીસી ચાકોએ ગાંધી પરિવારને દેશનો પ્રથમ પરિવાર ગણાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કરતા કહ્યું છે કે પીએમ દેશના પહેલા પરિવાર માટે નકારાત્મક અભિગમ ધરાવે છે. હકીકતમાં ભારત ગાંધી પરિવારનું આભારી છે.

fallbacks

પીસી ચાકોએ ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં કહ્યું છે કે ભારતના પહેલા પરિવાર માટે પીએમ નરેન્દ્ર મોદી નકારાત્મક અભિગમ ધરાવે છે. ગાંધી પરિવાર વાસ્તમાં ભારતનો પહેલો પરિવાર છે અને અને એ માટે ભારત એનું આભારી છે. પંડિત જવાહરલાલ નેહરુની યોજનાઓ અને નેતૃત્વને કારણે ભારત આજનું ભારત બની શક્યું છે. 

આ પહેલાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યું હતું કે ગાંધી-નેહરુ પરિવાર વગર પક્ષ વિખેરાઈ જશે. આ માટે પાર્ટીને એકજુથ રાખવા માટે પરિવારનું નેતૃત્વ જરૂરી છે. પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી ગરીબો અને દેશહિત માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. 

વડાપ્રદાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધના અશોક ગહલોતે આરોપ મૂક્યો છે કે મોદીજી પોતાના મનની વાત નથી કરતા પણ પોતાના મનની વાત બધા પર લાદે છે. રાહુલજી કહે છે કે જનતાની વાત સાંકળવી જોઈએ એટલે તેમણે અલગઅલગ વર્ગના લોકોની મુલાકાત લીધી છે. રાહુલજીએ ખેડૂતોને વાયદા કર્યા અને એને પુરા પણ કર્યા છે. 

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More