Home> India
Advertisement
Prev
Next

Gandhi Jayanti 2021: PM મોદીએ રાજઘાટ પર બાપુને કર્યા નમન, કહ્યું- દરેક પેઢી માટે આદર્શ છે મહાત્મા ગાંધી

રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પીએમ મોદીએ વિજયઘાટ જઈને પૂર્વ પીએમ લાલબહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. 

Gandhi Jayanti 2021: PM મોદીએ રાજઘાટ પર બાપુને કર્યા નમન, કહ્યું- દરેક પેઢી માટે આદર્શ છે મહાત્મા ગાંધી

નવી દિલ્હી: આજે 2જી ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જયંતી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ તેમણે દેશના પૂર્વ પીએમ લાલબહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ આપી. આ ઉપરાંત અનેક યોજનાઓનો પણ આજે તેઓ શુભારંભ કરશે. આજે સવારે 11 વાગે પીએમ મોદી ગ્રામ પંચાયતો અને જળ સમિતિઓ સાથે સંવાદ પણ કરશે. 

fallbacks

પીએમ મોદીએ રાજઘાટ જઈને બાપુને આપી શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજઘાટ જઈને બાપુને જન્મ જયંતી પર પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી. આ ઉપરાંત લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ રાજઘાટ જઈ બાપુને શ્રદ્ધાંજલિ આપી. 

પૂર્વ પીએમ લાલબહાદુર શાસ્ત્રીને પણ આપી શ્રદ્ધાંજલિ
રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પીએમ મોદીએ વિજયઘાટ જઈને પૂર્વ પીએમ લાલબહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. પૂર્વ પીએમ લાલબહાદુર શાસ્ત્રીની પણ આજે જન્મજયંતી છે. 

મહાત્મા ગાંધીની જયંતી પર પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે 'રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મ જયંતી પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. પૂજ્ય બાપુનું જીવન અને આદર્શ દેશની દરેક પેઢીને કર્તવ્ય પથ પર ચાલવા માટે પ્રેરિત કરતા રહેશે.'

સોનિયા ગાંધીએ રાજઘાટ પર આપી શ્રદ્ધાંજલિ
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી. આ ઉપરાંત દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તથા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પણ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી. 

અત્રે જણાવવાનું કે ગાંધી જયંતીના અવસરે લક્ષદ્વીપમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ મહાત્મા ગાંધીની મૂર્તિનું લોકાર્પણ કરશે. જ્યારે અહમદનગરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી 4 હજાર કરોડના રાજમાર્ગ પ્રોજેક્ટનો શુભારંભ કરશે. આ ઉપરાંત સીએમ યોગી આદિત્યનાથ પણ અનેક કાર્યક્રમોમાં સામેલ થશે. 

જ્યારે કોંગ્રેસ મહાત્મા ગાધીની જયંતી પર સેમિનારનું આયોજન કરશે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના આ સેમિનારનો વિષય 'ગાંધી કેવલ અતીત હી નહીં ભવિષ્ય ભી હૈ' હશે. આ સેમિનાર બપોરે 3 વાગે રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More