Home> India
Advertisement
Prev
Next

ભગવાન ગણેશને કેમ ચઢાવવામાં આવે છે દુર્વા? જાણવું તમારા માટે ખુબ જરૂરી

સનાતન ધર્મમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભક્તો ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે વિશેષ પ્રાર્થના કરે છે. ભક્તો પર પ્રસન્ન થઈને ગજાનન પણ વિશેષ આશીર્વાદ વરસાવે છે. જો કે, ઘણા લોકો નિયમો અનુસાર પૂજા નથી કરતા, જેના કારણે તેમને પૂજાનું ફળ મળતું નથી. ગણેશ ચતુર્થીના રોજ ભગવાન ગણપતિને બે જોડીમાં દુર્વા ચઢાવવાનું શુભ માનવામાં આવે છે.

ભગવાન ગણેશને કેમ ચઢાવવામાં આવે છે દુર્વા? જાણવું તમારા માટે ખુબ જરૂરી

સનાતન ધર્મમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભક્તો ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે વિશેષ પ્રાર્થના કરે છે. ભક્તો પર પ્રસન્ન થઈને ગજાનન પણ વિશેષ આશીર્વાદ વરસાવે છે. જો કે, ઘણા લોકો નિયમો અનુસાર પૂજા નથી કરતા, જેના કારણે તેમને પૂજાનું ફળ મળતું નથી. ગણેશ ચતુર્થીના રોજ ભગવાન ગણપતિને બે જોડીમાં દુર્વા ચઢાવવાનું શુભ માનવામાં આવે છે. ત્યારે, ચાલો જાણીએ કે ભગવાન ગણપતિની પૂજામાં દુર્વા શા માટે આટલી વિશેષ છે.

fallbacks

અનલાસુરે મચાવ્યો હતો હાહાકાર
ઘણીવાર તમે જોયું હશે કે ગણપતિની પૂજાના સમયે તેમને દુર્વા ચોક્કસ ચઢાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગજાનનને દુર્વા ચઢાવવા પાછળ એક ખાસ કારણ છે. આ વિશે એક દંતકથા પણ છે. એવું માનવામાં આવે છે કે અનલાસુર નામના રાક્ષસે સર્વત્ર હાહાકાર મચાવ્યો હતો. તેના અત્યાચારોથી મનુષ્યથી લઈને દેવતાઓ પરેશાન હતા.

એક અસુરને જીવતો ગળી ગયા ગણેશજી
એક દિવસ બધા પરેશાન દેવતાઓ ભગવાન ગણેશ પાસે ગયા અને અનલાસુરથી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરી. દેવતાઓની પ્રાર્થના સાંભળીને ભગવાન ગણપિત રાક્ષસોને તેમના કર્મોની સજા આપવા નીકળ્યા. તેઓ અનલાસુરને જીવતો ગળી ગયા.

ભગવાન ગણેશને દુર્વાથી રાહત મળી
અનલાસુરને ગણપિત બાપ્પાએ ગળી ગયા હતા. પરંતુ તેમના પેટમાં દુખાવો અને બળતરા ઉપડવા લાગ્યા હતા. આવી સ્થિતિમાં ઋષિ કશ્યપે ભગવાન ગણેશજીને 21 દુર્વા ગાંઠ ખાવાની સલાહ આપી હતી. દુર્વા ખાધા પછી તરત જ ભગવાન ગણેશના પેટનો દુખાવો અને બળતરા ઓછી થઈ ગઈ.

ગણપતિ દુર્વાથી થાય છે પ્રસન્ન
એવું માનવામાં આવે છે કે ત્યારથી તેઓ દુર્વાને ખૂબ પસંદ કરવા લાગ્યા અને તેમની પૂજા સમયે દુર્વાની 21 ગાંઠો ચઢાવવામાં આવવા લાગી. આમ કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને ભક્તોને તેમના આશીર્વાદ મળે છે.

આ રીતે ચઢાવો ગણેશજીને દુર્વા
ભક્તો ભગવાન ગણેશજીને દુર્વા અર્પણ કરે છે. પરંતુ તેના નિયમો જાણતા નથી. જેના કારણે પૂજાનું પૂર્ણ ફળ તેમને મળતું નથી. ભગવાનને ચઢાવવામાં આવતી દુર્વા મંદિર કે સ્વચ્છ જગ્યાએ ઉગેલી હોવી જોઈએ. આ પછી તેને સ્વચ્છ પાણીમાં ધોઈને ગંગાજળનો અભિષેક કરાવવો જોઈએ. ભગવાન ગણેશને દુર્વા ઘાસની 21 જોડી અર્પણ કરવી જોઈએ.

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More