Home> India
Advertisement
Prev
Next

ગેગસ્ટર ઇકબાલ મિર્ચી કેસ: EDની રેડમાં મોટો ખુલાસો, કોંગ્રેસ નેતાઓ સાથે થઇ લેણ-દેણ!

ગેગસ્ટર ઇકબાલ મિર્ચી કેસમાં EDની રેડમાં મોટો ખુલાસો થયો છે. ઇકબાલ કેસમાં કોંગ્રેસના ઘણા નેતાઓ સાથે લેણદેણની વાત સામે આવી છે. સૂત્રોનું કહેવું છે કે તેમાં હરિયાણાના પૂર્વ સીએમ સાથે લેણદેણની વાત સામે આવી છે.  

ગેગસ્ટર ઇકબાલ મિર્ચી કેસ: EDની રેડમાં મોટો ખુલાસો, કોંગ્રેસ નેતાઓ સાથે થઇ લેણ-દેણ!

મુંબઇ: ગેગસ્ટર ઇકબાલ મિર્ચી કેસમાં EDની રેડમાં મોટો ખુલાસો થયો છે. ઇકબાલ કેસમાં કોંગ્રેસના ઘણા નેતાઓ સાથે લેણદેણની વાત સામે આવી છે. સૂત્રોનું કહેવું છે કે તેમાં હરિયાણાના પૂર્વ સીએમ સાથે લેણદેણની વાત સામે આવી છે.  ઇકબાલ મિર્ચી કેસમાં સહાના ગ્રુપના ચેરમેન સુધાકર શેટ્ટીના ઘરે અને ઓફિસમાં ગુરૂવારે કરવામાં આવેલી રેડમાં એનફોર્સમેન્ટ ડાયરેક્ટર (ઇડી)ને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો હાથ લાગ્યા છે. રેડમાં હાથ લાગેલા દસ્તાવેજોમાં સુધાકર શેટ્તી અને ઘણા નેતાઓ વચ્ચે ટ્રાંજેક્શનનો પણ ખુલાસો થયો છે. 

fallbacks

હરિયાણાના પૂર્વ મંત્રી અને મહારાષ્ટ્રના કોંગ્રેસના કેટલાક પૂર્વ મંત્રીઓ સાથે નાણાકીય ટ્રાંજેક્શનની જાણકારી પણ ઇડીના હાથ લાગી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે હરિયાણાના એક પૂર્વ મુખ્યમંત્રીના સંબંધીની લગ્નમાં સુધાકર શેટ્ટીએ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. 
fallbacks

શેટ્ટી અને એક મોટા નેતા વચ્ચે મુંબઇના જુહૂ વિસ્તારમાં લેન્ડ ડીલ પણ તપાસમાં ઘેરામાં છે. ઇડીને મળતી માહિતી અનુસાર આ નેતાઓને મેહરબાનીની અવેજમાં સુધાકર શેટ્ટીએ તેમને ઘણીવાર પોતાના હેલીકોપ્ટર્સની મફત સેવા પણ આપી છે. 

આ નેતાઓ સાથે થયેલા ટ્રાંજેક્શનને લઇને ઇડીએ સુધાકર શેટ્ટી સાથે પૂછપરછ કરી છે. શેટ્ટીના જવાબોથી હાલ ઇડી સંતુષ્ટ નથી. જલદી જ શેટ્ટી સાથે ફરીથી પૂછપરછ થઇ શકે છે. રેડમાં ઇડીએ શેટ્ટીના બેન્ક સ્ટેટમેન્ટ, કંપની સાથે જોડાયેલા દસ્તાવેજ સહિત મહત્વપૂર્ણ કાગળો, પેનડ્રાઇવ અને કોમ્યુટર હાર્ડ ડિસ્ક મળી આવ્યા છે. 

આ રેડમાં સુધારક શેટ્ટીની 20થી વધુ શેલ (બનાવટી) કંપનીઓનો પણ ખુલાસો થયો છે. ઇડીએ આ બનાવટી કંપનીઓનું કનેક્શન અંડરવર્લ્ડ સાથે જોડાયેલા હોવાની શંકા છે. 2012માં મરી ગયેલા ગેંગસ્ટર ઇકબાલ મિર્ચી સાથે એક એક કંપની સનબ્લિંક રિયલ એસ્ટેટને એનબીએફસી દ્વારા 2186 કરોડ રૂપિયાની લોન આપવા અંગેની ઇડી તપાસ કરી રહી છે. તાજેતરમાં જ ડીએચએફએલ કંપનીના પ્રમોટર કપિલ વધાવનની ધરપકડ કરવામાં આવી હતી. કપિલ સાથે પૂછપરછમાં સહાના ગ્રુપના ચેરમેન સુધાકર શેટ્ટીનું નામ પરણ સામે આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More