Home> India
Advertisement
Prev
Next

વિકાસ દુબેની ઉજ્જૈનથી ધરપકડ, માતાએ કહ્યું...સરકારને જે યોગ્ય લાગે તે કરે

વિકાસની માતાએ કહ્યું કે ''આટલી મોટી સરકાર, અત્યારે તે ભાજપમાં નથી, તે સપામાં છે અત્યારે.'' જ્યારે તેમને ખાસકરીને પૂછવામાં આવ્યું કે તેમનો પુત્ર વિકાસ દુબે કઇ પાર્ટીમાં છે તો તેમણે સ્પષ્ટ કહ્યું કે તે સપા (સમાજવાદી પાર્ટી)માં છે.

વિકાસ દુબેની ઉજ્જૈનથી ધરપકડ, માતાએ કહ્યું...સરકારને જે યોગ્ય લાગે તે કરે

લખનઉ: મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ધરપકડ કરવામાં આવેલા કાનપુર એન્કાઉન્ટરના આરોપીની માતાએ કહ્યું કે સરકાર જે 'યોગ્ય સમજે તે કરે. દુબેની માતા સરલા દેવીને જ્યારે પત્રકારોએ તેમના પુત્રની ધરપકડ વિશે પૂછ્યું તો કહ્યું કે 'સરકાર જે યોગ્ય સમજે તે કરે, અમારા કહેવાથી કંઇ નહી થાય.'' 

fallbacks

વિકાસની માતાએ કહ્યું કે ''આટલી મોટી સરકાર, અત્યારે તે ભાજપમાં નથી, તે સપામાં છે અત્યારે.'' જ્યારે તેમને ખાસકરીને પૂછવામાં આવ્યું કે તેમનો પુત્ર વિકાસ દુબે કઇ પાર્ટીમાં છે તો તેમણે સ્પષ્ટ કહ્યું કે તે સપા (સમાજવાદી પાર્ટી)માં છે.

મા સરલાને પૂછવામાં આવ્યું કે હવે સરકારે શું કરવું જોઇએ તો તેમણે કહ્યું કે ''અમને શું ખબર અમારે શું કરવું જોઇએ.'' આ દરમિયાન સપાના એક પ્રવક્તાએ કહ્યું કે ''વિકાસ પાર્ટીનો સભ્ય નથી અને તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવી જોઇએ.''

પ્રવક્તાએ કહ્યું કે પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ સતત માંગ કરી રહ્યા છે કે તેમની (વિકાસ) ટેલીફોનની કોલ રેકોર્ડ સીડીઆર નિકાળીને જનતા સામે લાવવી જોઇએ. પાંચ લાખ રૂપિયાના ઇનામી દુબે પર બે અને ત્રણ જુલાઇની રાત્રે ચૌબેપુરના વિકરૂ ગામમાં આઠ પોલીસકર્મીઓની હત્યાનો આરોપ છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More