Home> India
Advertisement
Prev
Next

એરપોર્ટનો નજારો! ઇંડિગોના સ્ટાફે મુસાફરો સાથે રમ્યા ગરબા, CISF કર્મચારી પણ ઝૂમ્યા

Airport Garba Viral: આ વીડિયોને સોશિયલ મીડિયા પર યૂઝર્સને ખૂબ એન્ટરટેન (Entertain) કર્યા છે. વીડિયોને ઘણીવાર જોવામાં આવ્યો છે અને ઘણા લોકોએ તો વીડિયોને લાઇક પણ કર્યો છે. કોમેન્ટ સેક્શનમાં  (Comment Section) લોકો અલગ-અલગ અને રસપ્રદ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

એરપોર્ટનો નજારો! ઇંડિગોના સ્ટાફે મુસાફરો સાથે રમ્યા ગરબા, CISF કર્મચારી પણ ઝૂમ્યા

Airport Garba Viral: ભોપાલના રાજા ભોજ એરપોર્ટ પર એક રસપ્રદ ઘટના સર્જાઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં ઇંડિગો ફ્લાઇટ (Indigo Flight) લેટ હોવાથી લોકોએ પોતાનો સમય પસાર કરવા માટે ગરબા રમવાનું શરૂ કરી દીધું. આ ફ્લાઇટ ભોપાલથી અમદાવાદ (Ahmedabad) જઇ રહી હતી. ગુજરાતી ગરબા સોન્ગ પર ઇંડિગો સ્ટાફે મુસાફરો સાથે ધૂમ મચાવી. 

fallbacks

એરપોર્ટ પર રમ્યા ગરબા
સાંજે 6:45 મિનિટ પર ઇંડિગોની આ ફ્લાઇટ ભોપાલ (Bhopal) થી અમદાવાદ માટે ઉપડે છે. પરંતુ કોઇ કારણસર ફ્લાઇટ નિર્ધારિત સમયથી 15 મિનિટ મોડી રવાના થવાની હતી. મુસાફરોને રાહ જોવા માટે કહેવામાં આવ્યું પહેલાં તમે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયો (Viral Video)  ને જરૂર જુઓ... 

વીડિયોએ જીત્યું દિલ
આ દરમિયાન એક મુસાફરે પોતાના મોબાઇલ ફોન પર એવું ગુજરાતી ગરબા સોંગ (Garba Song) વગાડ્યું કે એરપોર્ટ પર હાજર ઘણા લોકો પોતાને ડાન્સ કરતા રોકી શક્યા નહી. લોકોને ઝૂમતા જોઇ ઇંડિગોના કર્મચારી પણ પોતાને ગરબા રમતા રોકી શક્યા નહી. એટલું જ નહી સીઆઇએસએફ (CISF) ની મહિલા કર્મચારીઓએ પણ ગરબા કરતાં જોવા મળી રહી છે. 

લોકોએ કર્યું મનોરંજન
આ વીડિયોને સોશિયલ મીડિયા પર યૂઝર્સને ખૂબ એન્ટરટેન (Entertain) કર્યા છે. વીડિયોને ઘણીવાર જોવામાં આવ્યો છે અને ઘણા લોકોએ તો વીડિયોને લાઇક પણ કર્યો છે. કોમેન્ટ સેક્શનમાં  (Comment Section) લોકો અલગ-અલગ અને રસપ્રદ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More