Home> India
Advertisement
Prev
Next

આ શિવ મંદિરમાં ઔરંગઝેબની દરેક ચાલ ઉલ્ટી પડી હતી, ચમત્કાર વાંચીને તમે પણ થશો નતમસ્તક

Gauri Shankar Temple Delhi: દિલ્હીનું દિલ ચાંદની ચોક સ્થિત આવેલું ગૌરી-શંકર મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. સાવન મહિનામાં આ મંદિરની મુલાકાત લો અને જાણો ઈતિહાસ જ્યારે મુઘલ બાદશાહ ઔરંગઝેબને પણ અહીંના ચમત્કારો સામે ઝુકવું પડ્યું હતું.

આ શિવ મંદિરમાં ઔરંગઝેબની દરેક ચાલ ઉલ્ટી પડી હતી, ચમત્કાર વાંચીને તમે પણ થશો નતમસ્તક

Gauri Shankar Mandir Chandni Chowk: સાવન મહિનામાં શિવ મંદિરના દર્શન કરવું, પૂજન-અભિષેક કરવો ખૂબ જ શુભ હોય છે. શિવભક્તો જ્યોતિર્લિંગ અને પ્રસિદ્ધ શિવ મંદિરોના દર્શન કરવા જાય છે. દિલ્હી-એનસીઆરમાં ઘણા પ્રખ્યાત શિવ મંદિરો છે. તેમાંથી એક છે દિલ્હીનું દિલ ચાંદની ચોકમાં આવેલું  પ્રાચીન ગૌરી શંકર મંદિર છે, એવું માનવામાં આવે છે કે અહીં ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રગટ થયા હતા. પાંડવોએ પણ તેમના અજ્ઞાનવાસ દરમિયાન આ મંદિરમાં શિવ-પાર્વતીની પૂજા કરી હતી. આ પ્રાચીન મંદિરમાં 5 પીપળના વૃક્ષો પણ છે જે સેંકડો વર્ષ જૂના છે. પહેલા અહીંથી યમુના નદી વહેતી હતી અને ભક્તો યમુનામાં સ્નાન કરીને મહાદેવને અર્પિત કરતા હતા. આ મંદિર ચમત્કારિક છે અને તેના ચમત્કારોની સામે મુઘલ બાદશાહ ઔરંગઝેબનો તમામ ઘમંડ નષ્ટ થઈ ગયો હતો.

fallbacks

3 દિવસમાં 25 ઈંચ વરસાદ; ગુજરાતના ત્રણ જિલ્લામાં પુર જેવી સ્થિતિ! NDRFની ટીમો તૈનાત

ઔરંગઝેબે બાંધી નાંખી હતી મંદિરની ઘંટડીઓ
ચાંદની ચોકના ગૌરી શંકર મંદિરને લઈને ઘણા ચમત્કારો અને કહાનીઓ પ્રસિદ્ધ છે, પરંતુ સૌથી રસપ્રદ કહાની મુગલ બાદશાહ ઔરંગઝેબ સાથે સંબંધિત છે. એવું કહેવાય છે કે જ્યારે મુઘલ શાસક ઔરંગઝેબે દિલ્હી પર શાસન કર્યું હતું, ત્યારે તેણે મંદિરની ઘંટડીઓ બાંધી નાંખી હતી, જેથી મંદિરની ઘંટડીઓના અવાજથી તેની ઊંઘમાં ખલેલ ન પડે. પરંતુ તે સમયે ઔરંગઝેબ સ્તબ્ધ થઈ ગયો હતો જ્યારે બાંધેલી ઘંટડીઓ એટલો જ જોરથી વાગવા લાગી હતી કે જેવી રીતે પહેલા રણકતી હતી.

આ જિલ્લાઓને આજે મેઘરાજા ઘમરોળી નાંખશે! જાણો ક્યાં છે રેડ- ઓરેન્જ અને યલો એલર્ટ

પછી એક નવી ચાલ ચાલી...
ત્યારબાદ ઔરંગઝેબે બીજી ચાલ ચાલી હતી. વહેલી સવારે તેણે એક થાળીમાં અશુદ્ધ વસ્તુઓ મૂકી ભગવાન શિવની સામે રાખી હતી. અશુદ્ધ વસ્તુઓથી ભરેલી થાળી પરથી કપડું જેવું હટાવ્યું કે ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. એ થાળીમાં માત્ર ફૂલો હતા. બધી અશુદ્ધ વસ્તુઓ ફૂલોમાં ફેરવાઈ ગઈ હતી.

'દાદા'ના રાજમાં બાબુઓનું આવી બન્યુ! ગુજરાત સરકારે વધુ એક મોટા અધિકારીને ઘરભેગા કર્યા

પૂર્ણ થાય છે દરેક ઈચ્છા 
આ ચમત્કારી શિવ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીં કરવામાં આવેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે. જે પણ ભક્ત અહીં ભગવાન શિવને એક લોટો પાણીનો ચઢાવે છે અને પૂર્ણ ભક્તિ સાથે પ્રાર્થના કરે છે, મહાદેવ તેની મનોકામના ચોક્કસપણે પૂર્ણ કરે છે.

ભારતને મળ્યો નવો મેચ ફિશિનર, શ્રીલંકા વિરુદ્ધ ટી20 સીરિઝમાં બોલર્સના છોડવશે 'છક્કા'!

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More