Home> India
Advertisement
Prev
Next

Corona Update: ભારતમાં વધી રહેલા કોરોનાના પ્રકોપથી આખી દુનિયા ચિંતાતૂર, જાણો Gavi Chief એ શું કહ્યું?

Corona Update: કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેર ભારતમાં કેર વર્તાવી રહી છે. ગઈ કાલે એક લાખથી વધુ કેસ નોંધાયા હતા જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 96,982 નવા દર્દીઓ નોંધાયા છે

Corona Update: ભારતમાં વધી રહેલા કોરોનાના પ્રકોપથી આખી દુનિયા ચિંતાતૂર, જાણો Gavi Chief એ શું કહ્યું?

નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેર ભારતમાં કેર વર્તાવી રહી છે. ગઈ કાલે એક લાખથી વધુ કેસ નોંધાયા હતા જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 96,982 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો 1,26,86,049 પર પહોંચી ગયો છે. ભારતમાં જે રોકેટ ગતિથી કોરોનાનાના કેસ વધી રહ્યા છે તેનાથી માત્ર દેશમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વધતા પ્રકોપના પગલે ગ્લોબલ અલાયન્સ ફોર વેક્સીન્સ એન્ડ ઈમ્યુનાઈઝેશન (GAVI) ના પ્રમુખ સેઠ બર્કલેનું કહેવું છે કે ભારતમાં કોરોના સંક્રમણની ખુબ વધી રહ્યું છે. આવામાં શક્ય છે કે ભારત કોરોના રસી મર્યાદિત પ્રમાણમાં જ દુનિયાને ઉપલબ્ધ કરાવે. 

fallbacks

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 96 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આજના આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 96,982 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,26,86,049 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,17,32,279 લોકો રિકવર થયા છે જ્યારે 7,88,223 લોકો સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી 446 લોકોના મોત થયા છે. કોરોનાથી કુલ મોતનો આંકડો 1,65,547 પર પહોંચી ગયો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ 8,31,10,926 લોકોને અત્યાર સુધીમાં રસી આપવામાં આવી છે. 

GAVI એ જતાવી ચિંતા
ભારતમાં જે ઝડપથી કોરોનાનું સંક્રમણ વધી ગયું છે તેને જોતા GAVI એ ચિંતા વ્યક્ત કરી છે. GAVI પ્રમુખે સીબીએસ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભારત વિકાસશીલ દેશો માટે રસીનો સૌથી મોટો આપૂર્તિકર્તા છે. હાલ ભારતમાં કોરોનાની નવી લહેર ચાલી રહી છે. જેના કારણે સરકારે રસીકરણ અભિયાનમાં ઝડપ લાવી દીધી છે અને તેને વધુ ડોઝની જરૂર છે. જેનો અર્થ છે કે દુનિયાના બાકીના ભાગમાં હવે ઓછી રસી ઉપલબ્ધ થશે. સેઠ બર્કલે વધુમાં કહ્યું કે અમને માર્ચ અને એપ્રિલમાં લગભગ 90 મિલિયન ડોઝની આશા હતી. પરંતુ હવે તેમા શંકા છે અને આ જ સૌથી મોટી સમસ્યા છે. 

હવે Wealthy Countries પાસેથી આશા
સેઠ બર્કલે કહ્યું કે ભારત પાસેથી રસીની આપૂર્તિ બાધિત થવી એ ઝટકો જરૂર છે પરંતુ અમે વિક્સિત  દેશો તરફ પણ જોઈ રહ્યા છીએ. કારણ કે તેમણે પોતાની જનસંખ્યાના મોટા ભાગને કવર કરવાની શરૂઆત કરી દીધી છે. આવામાં તેઓ દુનિયા માટે રસી ઉપલબ્ધ કરાવી શકે છે. GAVI પ્રમુખે કહ્યું કે અમને આશા છે કે વિક્સિત દેશ પોતાની કોરોના રસી દુનિયાના બાકીના ભાગને ઉપલબ્ધ કરાવવાનું શરૂ કરી દેશે. જેનો તે ઉપયોગ હાલ નથી કરતા તે પણ. દાખલા તરીકે અમેરિકામાં માત્ર મોર્ડના, ફાઈઝર અને J&J  રસી જ નહીં પરંતુ ત્યાં Novavax અને AstraZeneca ની રસી પણ ઉપલબ્ધ છે. 

આ છે સૌથી મોટો પડકાર
બર્કલે કહ્યું કે હાલના સમયમાં સૌથી મોટો પડકાર રસી સુધી પહોંચનો છે. તેમણે કહ્યું કે અમે બે અબજથી વધુ ડોઝનો ઓર્ડર આપ્યો છે. પરંતુ તેમાંથી મોટા ભાગના અમને વર્ષના બીજા છમાસિકમાં મળશે. આથી પહેલો છમાસિક અમારા માટે ખુબ પડકારભર્યો છે. જો અમને વધુ ડોઝ મળી શકત તો અમે તેમને વધુમાં વધુ જરૂરિયાતવાળા દેશો સુધી પહોંચાડી શકત. એક સવાલના જવાબમાં બર્કલે કહ્યું કે અમેરિકાએ રસી નિર્માણ પર ખુબ કામ કર્યું છે. તેની ઘરેલુ જરૂરિયાતો પૂરી થયા બાદ દુનિયાને તેનો લાભ મળવો નક્કી છે. અમારો લક્ષ્ય છે કે આ વર્ષના અંત સુધીમાં કોરોના મહામારીને રોકવી, જે વૈશ્વિક સ્વાસ્થ્ય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. 

અનેક દેશોને ભારતે આપી છે રસી
વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને ગત મહિને જણાવ્યું હતું કે ભારતે વિભિન્ન દેશોને કોરોના રસીના 481 લાખથી વધુ ડોઝ આપ્યા છે. જેમાંથી 73.5 લાખ ગ્રાન્ટ સહાયતા તરીકે, 288.4 લાખ વાણિજ્યિક આધાર પર અને 119.16 લાખ ડોઝ COVAX માટે પ્રદાન કરાઈ છે. 

Corona: મહારાષ્ટ્રમાં 47 હજાર નવા કેસ, શિરડીનું સાંઈ બાબા મંદિર ભક્તો માટે બંધ

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More