Home> India
Advertisement
Prev
Next

ભારત અને જર્મની વચ્ચે થયા મહત્વના કરાર, PM મોદીએ ડિફેન્સ સેક્ટરમાં રોકાણ માટે આપ્યું આમંત્રણ

જર્મની (Germany)ના ચાન્સેલર એન્જેલા મર્કેલ (Angela Merkel) હાલ ભારત પ્રવાસે છે. આજે તેમનું સવારે રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે મર્કેલે કહ્યું કે ભારત આવીને ખુશ છું, અમે આ મોટા દેશ અને તેની વિવિધતાઓનું સન્માન કરીએ છીએ. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હૈદરાબાદ હાઉસમાં તેમની સાથે મુલાકાત પણ કરી. આ મુલાકાત બાદ બંને દેશોના નેતાઓ તરફથી જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ બહાર પાડવામાં આવ્યું. જર્મની અને ભારતના મજબુત સંબંધોને પ્રાથમિકતા આપતા પીએમ મોદીએ 20 જેટલા કરાર પર સહમતિની જાહેરાત પણ કરી. પીએમ મોદીએ આતંકવાદ અને ક્લાઈમેટ ચેન્જ જેવા મુદ્દાઓ પર જોઈન્ટ સહયોગની પ્રતિબદ્ધતા જતાવી. 

ભારત અને જર્મની વચ્ચે થયા મહત્વના કરાર, PM મોદીએ ડિફેન્સ સેક્ટરમાં રોકાણ માટે આપ્યું આમંત્રણ

નવી દિલ્હી: જર્મની (Germany)ના ચાન્સેલર એન્જેલા મર્કેલ (Angela Merkel) હાલ ભારત પ્રવાસે છે. આજે તેમનું સવારે રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે મર્કેલે કહ્યું કે ભારત આવીને ખુશ છું, અમે આ મોટા દેશ અને તેની વિવિધતાઓનું સન્માન કરીએ છીએ. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હૈદરાબાદ હાઉસમાં તેમની સાથે મુલાકાત પણ કરી. આ મુલાકાત બાદ બંને દેશોના નેતાઓ તરફથી જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ બહાર પાડવામાં આવ્યું. જર્મની અને ભારતના મજબુત સંબંધોને પ્રાથમિકતા આપતા પીએમ મોદીએ 20 જેટલા કરાર પર સહમતિની જાહેરાત પણ કરી. પીએમ મોદીએ આતંકવાદ અને ક્લાઈમેટ ચેન્જ જેવા મુદ્દાઓ પર જોઈન્ટ સહયોગની પ્રતિબદ્ધતા જતાવી. 

fallbacks

મર્કલે ભારતને એક સારો મિત્ર ગણાવ્યો
પીએમ મોદીએ જર્મનીના ચાન્સેલરના નેતૃત્વની ક્ષમતાના વખાણ કર્યાં અને તેમને ભારતને સારો મિત્ર ગણાવ્યો. તેમણે કહ્યું કે ફક્ત યુરોપ જ નહીં સમગ્ર દુનિયામાં સૌથી લાંબા સમય સુધી રાષ્ટ્રનું નેતૃત્વ કરનારા નેતા છે. ડોક્ટર એન્જેલા મર્કેલ યુરોપ અને સમગ્ર દુનિયાના મજબુત નેતા ગણાય છે. ભારત અને મારા સારા મિત્ર છે. જર્મનીના ચાન્સેલરે પણ ભારતના વખાણ કરતા કહ્યું કે આ દેશની વિવિધતા ભરી સંસ્કૃતિથી હંમેશા કઈંક ને કઈંક શીખતા રહીએ છીએ. 

ભારત અને જર્મની વચ્ચે દૂરંદર્શી સહયોગ વધ્યો
પીએમ મોદીએ બંને દેશો વચ્ચે મજબુત થતા સંબંધો પર ભાર મૂકતા કહ્યું કે દરેક વિસ્તારમાં આપણો સહયોગ વધુ મજબુત થયો છે. આજે જે કરારો પર અધિકૃત રીતે હસ્તાક્ષર થયા છે તે પણ તેનું પ્રતિક છે. એડવાન્સ્ડ ટેક્નોલોજીમાં બંને દેશો વચ્ચે દૂરંદર્શી સહયોગ નક્કી થયા છે. ભારતની પ્રાથમિકતાઓ માટે જર્મની જેવા ટેક્નિકલી સક્ષમ અને મજબુત દેશની જરૂર રહેશે. સાઈબર સિક્યોરિટી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા, કોસ્ટલ મેનેજમેન્ટ, નદીઓની સફાઈનો અમે નિર્ણય લીધો છે. ક્લાઈમેટ ચેન્જ વિરુદ્ધ જોઈન્ટ પ્રયત્નોમાં પણ સહયોગ કરીશું. 

ડિફેન્સ સેક્ટરમાં રોકાણ માટે આમંત્રણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મની અને ભારત વચ્ચે રોકાણ વધારવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યં કે બંને દશોના પ્રમુખ બિઝનેસ લીડર્સ સાથે પણ આજે મુલાકાત નક્કી છે. ડિફેન્સ કોરિડોરમાં જર્મનીના બિઝનેસ લીડર્સના લાભ ઉઠાવવાની આશા રાખીએ છીએ. વિશ્વના ગંભીર પડકારો અંગે અમારા દ્રષ્ટિકોણમાં સમાનતા છે. આતંકવાદના જોખમનો પહોંચી વળવા માટે અમે દ્વિપક્ષીય અને બહુપક્ષીય સહયોગ વધારીશું. બંને દેશો સુરક્ષા પરિષદ સયુંક્ત રાષ્ટ્રમાં સહયોગ ચાલુ રાખશે. 

જુઓ LIVE TV

શિક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા પર જર્મનીએ ભાર મૂક્યો
જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે બંને દેશો વચ્ચે શિક્ષમ સંબંધો વધુ મજબુત બનાવવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે જર્મનીમાં 20000 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. અમે આ સંખ્યાને વધારવા માટે ઈચ્છુક છીએ. વોકેશનલ ટ્રેનિંગ અને સ્કિલ્ડ બેસ્ડ લર્નિંગ પ્રોગ્રામ જેવા ક્ષેત્રોમાં અમે ઈચ્છીએ છીએ કે શિક્ષકો માટે ટ્રેનિંગ એક્સચેન્જ પ્રોગ્રામ થાય. જળવાયુ સંરક્ષણ અને સ્થિર વિકાસના ક્ષેત્રોમાં પણ અમે સહયોગ વધારવા ઈચ્છીએ છીએ. 

અત્રે જણાવવાનું કે મર્કેલ ગઈ કાલે રાતે દિલ્હી પહોંચ્યા હતાં. આજે તેઓએ રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ Intergovernmental Consultation (IGC) માટે ભારત પ્રવાસે આવ્યાં છે. જે હેઠળ બંને દેશોના સમકક્ષ મંત્રીઓ પોતાની જવાબદારીના સંબંધિત ક્ષેત્રો અંગે વાર્તા કરે છે. વાર્તાના પરિણઆમોથી IGCને માહિતગાર કરાવાય છે જેની સહ અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચાન્સેલર મર્કેલ કરે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More