Home> India
Advertisement
Prev
Next

AC અને પંખા રિપેર કરાવી લેજો, આ વર્ષે ગરમી મચાવશે હાહાકાર, જાણો ક્યારે છે હીટવેવની આગાહી

આ વર્ષે કાતિલ ઠંડી બાદ હવે ગરમી હાહાકાર મચાવી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં જ ગરમી પાછળાના ઘણા વર્ષોના રેકોર્ડ તોડી રહી છે. ત્યારે આગામી દિવસમાં હજી ગરમી દેશમાં હાહાકાર મચાવાની છે. ત્યારે હવામાન વિભાગની આગાહી જાણવી  તમારા માટે ખાસ જરૂરી છે.
 

AC અને પંખા રિપેર કરાવી લેજો, આ વર્ષે ગરમી મચાવશે હાહાકાર, જાણો ક્યારે છે હીટવેવની આગાહી

નવી દિલ્હીઃ દેશભરમાં પહાડી વિસ્તારથી લઈને મેદાની વિસ્તારો સુધી ગરમી કહેર વર્તાવી રહી છે. ગરમીનો સતત વધતો પારો અને આકાશમાંથી થતી અગનવર્ષાથી લોકોની મુશ્કેલી વધી છે. ફેબ્રુઆરી મહિનામાં જ બર્ફિલા વિસ્તાર ગણાતા શિમલા અને સોલનમાં રેકોર્ડબ્રેક ગરમી નોંધાઈ છે. વર્ષ 2015 બાદ પ્રથમ વખત શિમલામાં 14.4 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે. તો સોલનમાં 29.5 ડિગ્રી સાથે અગનવર્ષા થઈ રહી છે. જો કે હવામાન વિભાગની આગાહી લોકોની ચિંતા વધી છે. આગામી દિવસમાં તાપમાનમાં હજુ 2થી 3 ડિગ્રીનો વધારો થશે.  આવી જ રીતે ગરમી વધતી જશે તો આ વર્ષે અનેક રેકોર્ડ તૂટી શકે છે.

fallbacks

ક્યાં છે હીટવેવની આગાહી?
હવામાન વિભાગે કોંકણ અન કચ્છમાં આગામી 2 દિવસ સુધી હીટ વેવની આગાહી કરી છે. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં 37થી 39 ડિગ્રી સુધી તાપમાન રહેશે. અગાઉ 16 ફેબ્રુઆરીએ કોંકણ અને તેની આસપાસના વિસ્તારોમાં 39 ડિગ્રીથી વધુ તાપમના નોંધાઈ ચૂક્યું છે. જેથી આગામી દિવસોમાં તેનાથી તાપમાન વધી શકે છે.

મેદાની વિસ્તારોમાં અગનવર્ષા
મેદાની રાજ્યોમાં ફેબ્રુઆરીમાં ગરમીમાં અસામાન્ય વધારો જોવા મળ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવામાં સરેરાશથી 5થી 10 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. મહારાષ્ટ્રના રત્નાગીરીમાં 1969 બાદ પ્રથમ વખત 39.4 ડિગ્રીએ પારો પહોંચ્યો છે. મુંબઈના સાંતાક્રૂઝમાં પણ 39.1 ડિગ્રી સાથે રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ છે.

આ પણ વાંચોઃ ખેડા પર 'બખેડો' ! અમિત શાહે કહ્યું- 2024માં કોંગ્રેસ પાર્ટી દૂરબીનથી શોધવાથી પણ...

ગોવામાં પણ રેકોર્ડ બ્રેક ગરમી
ગોવાની રાજધાની પણજીમાં ફેબ્રુઆરીમાં 38.2 ડિગ્રી તાપમાન નોંધાતા 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. વર્ષ 1969થી 2023 સુધીમાં કુલ 14 દિવસ એવા છે જેમાં પણજીમાં તાપમાનનો પારો 38 ડિર્ગીથી વધુ નોંધાયો છે. છેલ્લે અહીં 7 એપ્રીલ 1989માં 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ઉત્તરાખંડમાં પણ કાળઝાળ ગરમીનો અહેસાસ
ઉત્તરાખંડમાં પણ ફેબ્રુઆરીમાં ગરમી કહેર વર્તાવી રહી છે. મસૂરીમાં સરેરાશથી 9 ડિગ્રી ગરમી વધતા પારો 27 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યો છે. તો સરેરાશથી 5 ડિગ્રીના વધારા સાથે દેહરાદૂનમાં પણ ગરમીનો પારો 27.4 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. પહાડોની સાથે ઉત્તરાખંડના મેદાની વિસ્તારમાં પણ ગરમીનો પારો વધી રહ્યો છે.

સમગ્ર એશિયામાં સૌથી વધુ ગરમી ભારતમાં પડશે
હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે ભારતમાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાશે. ભુજમાં ફેબ્રુઆરી મહિનામાં જ 40  ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચતા રેકોર્ડ તૂટવાની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે. તો રાજસ્થાનના કેટલાક શહેરમાં 38 ડિગ્રીને પાર ગરમીનો પારો પહોંચ્યો છે. ત્યારે એવી આશંકા છે કે સમગ્ર એશિયામાં સૌથી પહેલાં ભારતમાં સૌથી વધારે ગરમી નોંધાશે. સાઉદી અરબ અને મક્કાને પણ ગરમીમાં ભારત પાછળ છોડી શકે છે.

આ પણ વાંચોઃ દિલ્હીની LNJP હોસ્પિટલનો શરમજનક વીડિયો થયો વાયરલ, જીવતી બાળકીને બોક્સમાં પુરી

દુનિયાભરમાં ગરમીનો હાહાકાર
ઓસ્ટ્રેલિયાા મેલબર્નમાં 38, સિડનીમાં 35 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચ્યો છે. ઓસ્ટ્રેલિયાના દક્ષિણ ક્ષેત્રમાં ગરમીનો પારો અચાનક વધી રહ્યો છે. તો યૂરોપીયન દેશમાં પણ ગરમીનો પારો વધતા ચિંતા વધી ગઈ છે. તો આર્થિક પાયમાલ થઈ રહેલા પાકિસ્તાનમાં ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. સિંધ પ્રાંતના મિઠીમાં વર્ષ 1953 બાદ પ્રથમ વખત તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. ગરમીમાં અચાનક થઈ રહેલા વધારાથી એવું લાગે છે આ વર્ષે ગરમી હાહાકાર મચાવવાના મૂડમાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More