Indore News : મધ્ય પ્રદેશના ઈન્દોરમાં દેવી અહિલ્ય યુનિવર્સિટીમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. તેને કારણે યુનિવર્સિટી કેમ્પસમાં કેટલાય દિવસો સુધી દહેશત ફેલાયેલી રહી. ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી એક યુવતી લોકોને ભૂત બનાવીને ડરાવતી હતી. યુનિવર્સિટી તંત્રને જ્યારે આ વિશે માહિતી મળી તો તેઓએ મોટી કાર્યવાહી કરી હતી. આ વિદ્યાર્થીનીને હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવી છે. આ સાથે જ આ કામગીરીમાં સામેલ અન્ય 20 યુવતીઓને કડક કાર્યવાહીની ચેતવણી આપવામા આવી છે.
હાઈલાઈટ્સ
ભૂત બનીને ડરાવતી હતી
હકીકતમાં આ ઘટના DAVV ના ગર્લ્સ હોસ્ટેલમાં બની હતી. હોસ્ટેલમાં રહેતી એક યુવતી જ્યારે બીજી યુવતીઓને ભૂત બનાવીને ડરાવતી હતી. અનેકવાર આ હોસ્ટેલની યુવતીઓ બહુ જ ડરી જતી હતી. આ હરકતથી પરેશાન યુવતીઓએ તેની ફરિયાદ યુનિવર્સિટી તંત્રને કરી હતી. ફરિયાદ મળવા પર મેનેજમેન્ટે તપાસ કરી હતી, તેમજ દોષિત વિદ્યાર્થીનીને હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવી છે. તેમજ અન્ય 20 યુવતીઓને કડક ચેતવણી આપવામાં આવી છે.
ભારે વરસાદ બાદ ગીરના જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ, ધોધની ગર્જના અને ખોફનાક દ્રશ્યો ડરામણા બન્યા
રાતે 2 વાગ્યે કરતી હતી અજીબોગરીબ હરકત
યુનિવર્સિટીના તંત્રએ જણાવ્યું કે, આરોપી વિદ્યાર્થીની રાતે બે વાગ્યે ઉઠીને હોસ્ટેલના કેમ્પસમાં બેસી જતી હતી અને અજીબોગરીબ હરકત કરતી હતી. તે સવારે વહેલી ઉઠીને મોટેથી અવાજ કરતી હતી. ક્યારેક તો તે અન્ય યુવતીઓને કહેતી કે, તે બીમાર લોકોને સારું કરી શકે છે.
યુનિવર્સિટી તંત્રને સોંપવામાં આવ્યા વીડિયો
ભૂત બનનારી યુવતીની હરકતના વીડિયો હોસ્ટેલમાં રહેનારી અન્ય યુવતીઓએ બનાવ્યા હતા. અનેક યુવતીઓએ તેના વીડિયો બનાવ્યા હતા. સાથે જ યુનિવર્સિટીના તંત્રને તેની હરકતોના વીડિયો પણ પુરાવા રૂપે સોંપ્યા હતા. વીડિયો મળ્યા બાદ આરોપી વિદ્યાર્થીનીને ચેતવણી આપવામાં આવી હતી. તેના બાદ પણ તેની હરકતો સુધરી ન હતી. હવે યુનિવર્સિટી તંત્રએ તેને કાઢી મૂકી છે.
અન્ય છોકરીઓને ચેતવણી આપવામાં આવી
આ સાથે શિસ્ત સમિતિએ પાંચ વિદ્યાર્થિનીઓને ચેતવણી આપી છે કે જો તેઓ આગામી સમયમાં શિસ્તનો ભંગ કરશે તો તેમને પણ હોસ્ટેલમાંથી કાઢી મુકવામાં આવશે. ઘણી છોકરીઓ વિશે એવી ફરિયાદો હતી કે તેઓ મોડી રાત્રે હોસ્ટેલમાં આવતી હતી. હોસ્ટેલ મેનેજમેન્ટે અહીં રહેતી છોકરીઓ માટે કડક નિયમો બનાવ્યા છે. આ ઉપરાંત ડ્રગ્સથી દૂર રહેવા માટે ગાઈડલાઈન પણ જારી કરવામાં આવી છે. આ નિયમોનો ભંગ કરનાર છોકરીઓને ચેતવણી આપીને રજા આપવામાં આવી છે.
અંબાણી લગ્નની અંદર કી બાત! મહેમાનો વચ્ચે ઘટી હતી આ 9 ઘટનાઓ, અંદરના સ્ટાફે ભાંડો ફોડ્
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે