Home> India
Advertisement
Prev
Next

ગુલામ નબીએ બનાવી 'ડેમોક્રેટિક આઝાદ પાર્ટી', કહ્યું- અમારી કોઈ સાથે રાજકીય દુશ્મની નથી

Democratic Azad Party: કોંગ્રેસ છોડી પોતાની નવી રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત ગુલામ નબી આઝાદે કરી દીધી છે. તેમણે પાર્ટીનું નામ ડેમોક્રેટિક આઝાદ પાર્ટી રાખ્યું છે. આ વાતની જાહેરાત આજે કરવામાં આવી છે. 

ગુલામ નબીએ બનાવી 'ડેમોક્રેટિક આઝાદ પાર્ટી', કહ્યું- અમારી કોઈ સાથે રાજકીય દુશ્મની નથી

શ્રીનગરઃ Ghulam Nabi Azad Party Name: જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) ના પૂર્વ મુખ્યમંત્રી અને કદ્દાવર નેતા ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azad) આજે પોતાની નવી પાર્ટીના નામની જાહેરાત કરી દીધી છે. તેમણે પોતાની નવી પાર્ટીનું નામ ડેમોક્રેટિક આઝાદ પાર્ટી (Democratic Azad Party) રાખ્યું છે. આ તકે તેમણે કહ્યું કે હું મારી પાર્ટીની જાહેરાત પહેલા કરવાનો હતો પરંતુ નવરાત્રિના શુભ અવસર પર હું આ પાર્ટીની શરૂઆત કરી રહ્યો છું. 

fallbacks

તેમણે કહ્યું કે પાર્ટીનું નામ ડેમોક્રેટિક આઝાદ પાર્ટી છે. પાર્ટીનો પોતાનો વિચાર હશે કોઈથી પ્રભાવિત થશે નહીં. આઝાદનો મતલબ છે કે સ્વતંત્ર. નીચેથી ચૂંટણી થશે અને એક હાથમાં તાકાત નહીં રહે અને જે આપણું બંધારણ હશે તેમાં જોગવાઈ હશે પૂર્ણ લોકતંત્રના આધાર પર. આતુરતાથી જમ્મુ-કાશ્મીરના લોકો અને મીડિયાના લોકો અમારી પાર્ટીનું નામ જાણવા ઈચ્છુક હતા. જમ્મુ-કાશ્મીરની પાર્ટીનું નામ રાખવું મુશ્કેલ હોય છે. 

જમ્મુ-કાશ્મીરમાં ડાયવર્સિટી
અહીં ડાયવર્સિટી છે. 2 ભૂભાગ છે અને તેમાં નાના-નાના વિસ્તાર છે જેમાં અલગ-અલગ રિવાઇઝ હતા અને નામ એવું જોઈએ કે બધા સમજી શકે. જમ્મુના લોકોને કાશ્મીરના લોકોને જેમ ગામડામાં રહે છે તેને પણ નામ સમજાવુ જોઈએ. દેશભરમાંથી મારી સાથે તેણે આશરે દોઢ હજાર નામ મોકલ્યા હતા જેમાંથી કેટલાક ઉર્દીમાં તો કેટલાક હિન્દીમાં પરંતુ હું ઈચ્છતો હતો, જેમ પંડિત જવાહરલાલ નેહરૂએ કહ્યુ હતુ કે જે ઉર્દુ અને હિન્દીનો સમન્વય હોય જેને હિન્દુસ્તાની કહે છે.

આ પણ વાંચોઃ 'રાજકારણના જાદુગર' અગાઉ આ દિગ્ગજ નેતાઓના પત્તા કાપી ચૂક્યા છે, આ વખતે જાદુ ચાલશે? 

પાર્ટીની વિચારધારા ગાંધીની વિચારધારા છે
અમે આ પાર્ટી પોતાના સાથીઓ સાથે વિચાર કરીને બનાવી છે અને આ પાર્ટી વિશે કોઈ અન્ય પાર્ટીને ખબર નથી. અમારા વિચારને કોઈ પાર્ટી પ્રભાવિત ન કરી શકે. અમારી પાર્ટીની વિચારધારા ગાંધીની વિચારધારા છે. અમારી નીતિઓ જાતિ અને ધર્મથી પ્રેરિત હશે નહીં. રાજનીતિમાં અમારી સામે બધા ધર્મોનું સન્માન અને ઇજ્જત છે. અમે દરેક પાર્ટીઓનું સન્માન કરીએ છીએ. અમારી કોઈ સાથે રાજકીય દુશ્મની નથી. અમારે અમારી વાત કરવાની છે અને કોઈ નેતા વિરુદ્ધ બોલવાનું નથી. 

જેની પાસે કંઈ નથી તે ગાળો આપે છે
અમારી પાસે આપવા માટે ઘણું છે અને જેની પાસે લોકોને આપવા કંઈ હોતું નથી તે ગાળો આવે છે. હું જમ્મુના લોકોને અપીલ કરૂ છું કે જે વચ્ચે દીવાલ બની ગઈ છે તેને તોડવાનો પ્રયાસ કરો. કલમ 370 હટ્યા બાદ જ્યારે હું જમ્મુ-કાશ્મીર આવ્યો તો અહીં ટ્રાન્સપોર્ટ ખતમ થઈ ગયું હતું, દુકાનો ખતમ થઈ ગઈ હતી, 70 ટકા ઇન્ડસ્ટ્રી બંધ થઈ ગઈ. જ્યારે મેં માહિતી મેળવી તો ખબર પડી કે તેમાંથી મોટા ભાગનો સામાન શ્રીનગરથી આવતો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More