Home> India
Advertisement
Prev
Next

બોયફ્રેન્ડ સાથે કરી રહી હતી પ્રેમની વાતો, ત્યારે જ આવી ગયા પિતા..' 8મા માળેથી કૂદીને કર્યો આપઘાત

યુવક અને યુવતી વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. યુવતી ગત શુક્રવારે સાંજે પોતાના પ્રેમીને મળવા માટે નિર્માણાધીન ઈમારત પર પહોંચી હતી. પોતાના પ્રેમી સાથે વાતો કરી રહી હતી ત્યારે જ તેના પિતા આવી ગયા.
 

બોયફ્રેન્ડ સાથે કરી રહી હતી પ્રેમની વાતો, ત્યારે જ આવી ગયા પિતા..' 8મા માળેથી કૂદીને કર્યો આપઘાત

નોઇડાઃ નોઈડાના દનકૌર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં એક નિર્માણાધીન ઈમારતના 8મા માળેથી કૂદીને 20 વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધો છે. પોલીસ અનુસાર, યુવતી ત્યાં પોતાના પ્રેમીને મળવા માટે ગઈ હતી. ત્યારે જ તેમના પિતા ત્યાં પહોંચી ગયા. પોલીસે જણાવ્યું કે પિતાને જોઈને યુવતી ડરી ગઈ અને ઈમારત પરથી કૂદીને આપઘાત કર્યો. પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. 

fallbacks

પોલીસે યુવતીના પ્રેમી વિરુદ્ધ આપઘાત માટે મજબૂર કરવાની ધારા અંતર્ગત ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે. દનકૌર પોલીસ સ્ટેશનના પ્રભાર નિરીક્ષક સંજય કુમાર સિંહે જણાવ્યું કે મથુરાનો એક પરિવાર ગ્રેટર નોઈડામાં રહેતો હતો. પરિવારમાં 20 વર્ષીય યુવતીને લાલા કુમાર નામના યુવક સાથે સંબંધ હતો. લાલા કુમાર દનકૌર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં નિર્માણાધીન એક સોસાયટીમાં કામ કરતો હતો.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી હશે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર? જાણો શું આપ્યો જવાબ

પ્રેમીને મળવા પહોંચી હતી યુવતી
પ્રભારી નિરીક્ષક સંજય કુમારે જણાવ્યું કે યુવક અને યુવતી વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. યુવતી ગત શુક્રવારે સાંજે પોતાના પ્રેમીને મળવા માટે નિર્માણાધીન ઈમારતમાં પહોંચી હતી. તે પોતાના પ્રેમી સાથે બેસીને વાત કરી રહી હતી. આ દરમિયાન તેમના પિતા ત્યાં આવી ગયા અને પિતાને જોઈને યુવતી ડરી ગઈ અને 8મા માળેથી કૂદી ગઈ. 

યુવતીના પ્રેમીનની પોલીસે કરી ધરપકડ
પ્રભારી નિરીક્ષક સંયજ કુમારે જણાવ્યું કે ગંભીર પરિસ્થિતિમાં તેમને ગ્રેટર નોઈડાની જિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ડૉક્ટર દ્વારા તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી. પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. તેમણે જણાવ્યું કે મૃતકના પિતાની ફરિયાદ પર પોલીસે ફરિયાદ નોંધીને આરોપી પ્રેમીની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ Cow Slaughter: અલ્હાબાદ હાઈકોર્ટના મુસ્લિમ જજે કહ્યું- ગૌહત્યા પર પ્રતિબંધ હોવો જોઈએ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More