Home> India
Advertisement
Prev
Next

Girl Dies After Falling From Apartment: સાંસદ આવાસ એપાર્ટમેન્ટની છત પરથી નીચે પટકાતા યુવતીનું મોત, આપઘાતની આશંકા

Delhi Girl Suicide: દિલ્હીના પંડિત પંત માર્ગ સ્થિત સાંસદ આવાસ એપાર્ટમેન્ટની છત પરથી એક યુવતીનું પડતા મોત થયું છે. હાલ પોલીસ દરેક એંગલથી આ મામલે તાપસ કરી રહી છે.

Girl Dies After Falling From Apartment: સાંસદ આવાસ એપાર્ટમેન્ટની છત પરથી નીચે પટકાતા યુવતીનું મોત, આપઘાતની આશંકા

Delhi Girl Dies after Salling from Roof: દિલ્હીના પંડિત પંત માર્ગ સ્થિત સાંસદ આવાસ એપાર્ટમેન્ટની છત પરથી નીચે પડતા 18 વર્ષીય યુવતીનું મોત થયું છે. જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી છે. શરૂઆતી તપાસમાં આત્મહત્યાનો મામલો લાગી રહ્યો છે. હાલ પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે.

fallbacks

એમપી ફ્લેટ્સ પરથી માર્યો કૂદકો
પોલીસના જણાવ્યા અનુસાર ઘટના 20 ઓગસ્ટની રાતે લગભગ 9.15 કલાકે બની છે. પોલીસને જાણકારી મળી હતી કે એક યુવતીએ એમપી ફ્લેટ્સ પરથી કૂદકો માર્યો છે. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરી તો મૃતકની ઓળખ આયુષી તરીકે કરવામાં આવી. યુવતી પંડિત પંત માર્ગ પાસે બનેલા ધોબી ઘાટમાં રહેતી છે.

આ પણ વાંચો:- કોંગ્રેસને ક્યારે મળશે નવા અધ્યક્ષ? પાર્ટીએ આપ્યા મોટા અપડેટ, જાણો ક્યારે થશે જાહેરાત

મળ્યા સીસીટીવી ફૂટેજ
પ્રાપ્ત માહિતી અનુસાર, 20 ઓગસ્ટની સાંજે યુવતી યમુના બ્લોકની છત પર પહોંચી, ત્યારબાદ તે નીચે પટકાઈ હતી. પોલીસને આયુષીના છત તરફ જવાના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે. ત્યારે છત પરથી તેનો ફોન અને પર્સ પણ મળી આવ્યું છે.

આ પણ વાંચો:- દારૂ કૌભાંડમાં CBIની મોટી કાર્યવાહી, 8 આરોપીઓ સામે જાહેર કર્યું લુકઆઉટ સર્ક્યુલર

પોલીસ દરેક એંગલથી કરી રહી છે તપાસ
હાલ પોલીસને શરૂઆતી તપાસમાં આત્મહત્યા લાગી રહી છે. ક્રાઈમ ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું છે. મૃતકના માતા-પિતાના નિવેદન નોંધાવામાં આવ્યા છે. એફએસએલની નિષ્ણાંત ટીમે પણ સ્થળનું નિરીક્ષણ કર્યું છે. કલમ 174 સીઆરપીસી હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ આ મામલે દરેક એંગલથી તપાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More